Thursday 23 March 2017

શું બોર્ડની પરીક્ષાએ તેની સુસંગતતા ખોઇ દીધી છે? ત્યારે શા માટે આટલો બધો અતિરેક..!

ભારતમાં કેટલાક બોર્ડ છે અને મોટાભાગના બોર્ડ 12મા ધોરણના વિદ્યાર્થીઓ માટે માર્ચ મહિનામાં પરીક્ષાનું આયોજન કરે છે. સ્કૂલને છોડવા માટેની પરીક્ષા હોય છે. વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓ ખૂબજ તૈયારી કરે છે તથા બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓના ઘરમાં તણાવભર્યો માહોલ જોવા મળે છે. ઘરમાં જાણે કે કફર્યું જેવી સ્થિતિ બને છે જ્યાં પરીક્ષાર્થી ઉપરાંત પરિવારજનો પણ દબાણ હેઠળ હોય છે. સ્થિતિ એટલી હદે વ્યાપેલી હોય છે કે મિત્રો અને પાડોશીઓને કોઇ બોર્ડની પરીક્ષા આપે છે તેની જાણ થતા તેઓ પણ ગભરામણ કે બેચેની અનુભવે છે. ટૂંકમાં જ્યાં સુધી પરીક્ષા પૂર્ણ ના થાય ત્યાં સુધી દરેક વસ્તુને નેવે મૂકી દેવાય અને માત્ર તે પૂર્ણ થયા બાદ રાહત મળે.

પણ શું બોર્ડની પરીક્ષા પહેલાની જેમ સુસંગત છે?

એક સમયે બોર્ડના માર્ક્સ એકમાત્ર જરૂરિયાત હતી તેમજ સ્કૂલ પૂરી કરી ચૂકેલા વિદ્યાર્થીઓ તેની ટકાવારીના
આધારે કોલેજમાં પ્રવેશ મેળવતા હતા. કોલેજ કટએફ નક્કી કરતી અને વિદ્યાર્થીઓ માર્ક્સ અનુસાર વિષયની પસંદગી કરતા હતા. પણ, સ્થિતિમાં પરિવર્તન આવ્યું છે અને બોર્ડ પરીક્ષાનું મહત્વ ઘટ્યું છે.

એન્જિનિયર્સ માટે સૌથી મહત્વપૂર્ણ પરીક્ષા JEE  ગણાય છે. પણ પરીક્ષામાં બોર્ડની ટકાવારીના માત્ર 40 ટકા માર્ક્સને માન્ય ગણવામાં આવે છે જ્યારે બાકીના માર્ક્સ પ્રવેશ પરીક્ષા મારફતે આપવામાં આવે છે. સામાન્ય તબીબી પ્રવેશ પરીક્ષા NEETમાં બોર્ડના ધોરણ 12ના માર્ક્સને નથી ગણવામાં આવતા. આપણે બોર્ડની પરીક્ષામાં 95 ટકા મેળવેલા વિદ્યાર્થીઅોને જોઇએ છીએ પણ તે વિદ્યાર્થીઓ પ્રવેશ પરીક્ષામાં સારા માર્ક્સ લાવવામાં અસમર્થ રહેતા મેડિકલ કોલેજમાં પ્રવેશથી વંચિત રહી જાય છે. મોટા ભાગની સારી સંસ્થાઓ ખુદની પ્રવેશ પરીક્ષાનું આયોજન કરે છે તથા બોર્ડના માર્ક્સને ખૂબ ઓછુ મહત્વ આપે છે.

વર્તમાન સમયમાં કોલેજમાં પ્રવેશ માટે બોર્ડ માર્ક્સને કેમ મહત્વ નથી અપાતું તેનું અન્ય મહત્વનું કારણ વિવિધ ભારતીય બોર્ડની અલગવિધ માર્કિંગ પેર્ટન છે. માર્કિંગ સ્કીમ અલગ અલગ હોવાથી તથા ટકાવારી પણ સુસંગત ના હોવાથી કોઇપણ કોલેજ માટે બોર્ડમાં આવેલા માર્ક્સના આધારે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનું કાર્ય વધુ મુશ્કેલ બની જાય છે.

અનેકવિધ કોલેજમાં ડોનેશન સીટ્સ અને મેનેજમેન્ટ ક્વોટી સીટ્સની સુવિધા હોય છે. અનેક કોલેજોમાં સ્પોર્ટ્સ તેમજ અન્ય બિન શૈક્ષણિક સિદ્વિઓ માટે ખાસ આરક્ષણનો વિકલ્પ હોય છે. તેઓ પણ બોર્ડમાં હાંસલ કરેલી ટકાવારીને એટલું પ્રાધાન્ય નથી આપતા.

હાલમાં ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવાનો ટ્રેન્ડ ખૂબ પ્રચલિત છે. વિદ્યાર્થીઓ સુપ્રતિષ્ઠિત કોલેજમાં પ્રવેશ મેળવવા માટે ખાસ તૈયારી કરે છે. પ્રવેશ માટેનો માપદંડ વિદ્યાર્થીઓનો SAT સ્કોર છે તથા પાસિંગ માર્ક્સ સિવાય બોર્ડના માકર્સને ધ્યાનમાં નથી રાખવામાં આવતા.

જે કોલેજોમાં પ્રવેશ પરીક્ષા નથી હોતી અથવા પ્રવેશ પરીક્ષા લેતી કોલેજો પણ વિદ્યાર્થીની યોગ્યતા પારખવા માટે તેઓનું ઇન્ટરવ્યુ લે છે. કેટલીક ભારતીય કોલેજમાં તો પ્રવેશને લઇને વિદ્યાર્થીઓ માટે ગ્રૂપ ડિસ્કશન સેશન તેમજ અંગત ઇન્ટરવ્યુનું પણ આયોજન કરવામાં આવે છે. કોલેજોમાં પોઇન્ટ માર્કિંગ સિસ્ટમ હોય છે જ્યાં બોર્ડમાં મેળવેલા માકર્સની ખૂબ ઓછી ભૂમિકા હોય છે. તેઓ ઉમેદવારનું સમગ્ર પરફોર્મન્સ અને ઇતર પ્રવૃત્તિઓની સિદ્વિનું મુલ્યાંકન કરે છે.

તેથી જો કોલેજમાં પ્રવેશ બોર્ડ માકર્સ આધારિત ના હોય તો પછી વર્તમાન સમયમાં પણ તેને લઇને શા માટે આટલો બધો અતિરેક અને ઉહાપોહ જોવા મળે છે? બેશકપણે કેટલાક દાયકાઓ અગાઉ પ્રવેશ માટે બોર્ડના માકર્સને ખૂબ મહત્વનું માપદંડ માનવામાં આવતું હતું, પણ હવે સ્થિતિમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. આટલા વિશાળ પરિવર્તન બાદ તમને એવો વિચાર નથી આવતો કે બોર્ડની પરીક્ષાને પણ ફરીથી પહેલા જેટલું મહત્વ મળવું જોઇએ? તેનાથી વિદ્યાર્થીઓને પ્રવેશ પરીક્ષાની તૈયારી માટે વધુ સમય મળશે તેમજ વિદ્યાર્થીઓ અને તેના પરિવારમાં રહેલો બિનજરૂરી તણાવ પણ દૂર થશે