Wednesday, 11 January 2017

11 વર્ષ પછી ગુજરાતમાં NCFના અમલીકરણમાં વિલંબ

ભારત અનેક વિવિધતા ધરાવતો દેશ છે. અહીં માત્ર ભાષામાં જ નહીં  સ્કૂલ બોર્ડમાં પણ વિવિધતા જોવા મળે છે. ભારતમાં 30 સ્કૂલ બોર્ડ છે જેમા મોટા ભાગના બોર્ડ પ્રદેશ અને રાજ્ય આધારિત હોય છે. જો કે અસમંજસ એ છે કે અહીં ત્રણ આંતરરાષ્ટ્રીય બોર્ડ, 2 રાષ્ટ્રીય બોર્ડ અને પછી મહાત્મા ગાંધીએ જાહેર કરેલી બુનિયાદી (મુખ્ય) સિસ્ટમ પ્રવર્તે છે.

નોંધનીય છે કે વિવિધ બોર્ડને એક સિંગલ પ્લેટફોર્મ પર લાવવા માટે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્કની (રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખુ) સ્થાપના કરવામાં આવી. તેની જાહેરાત વર્ષ 1975, 1988, 2000 તથા તાજેતરમાં વર્ષ 2005મા કરવામાં આવી છે. આ માળખામાં પ્રાથમિક રીતે અભ્યાસક્રમ વિશે દર્શાવાયુ છે કે જેના આધાર પર પ્રત્યેક બોર્ડે તેના પાઠ્યપુસ્તકનુ નિમાર્ણ કરવાનુ રહે છે.

જો કે કમનસીબે 11 વર્ષ પછી પણ ગુજરાત બોર્ડના પાઠ્યપુસ્તકોમાં આ માળખાનુ પાલન નથી થઇ રહ્યું. ચાલો જોઇએ કે આ માળખાના અમલીકરણમાં શા માટે વિલંબ થઇ રહ્યો છે.

2+2 એટલે 4. બોર્ડને લક્ષમાં લીધા વિના તમારુ સંતાન જે સમીકરણમાં ભણતર લઇ રહ્યું છે તેમા કોઇ પરિવર્તન નહીં થાય. જટિલ બીજગણિતનુ સમીકરણ (a+ib) +(c+id)=(a+c) +i(b+d)  પણ સાચુ છે અને જે બોર્ડ પસંદ કરો છો તે મુજબ યોગ્ય છે. એકમાત્ર તફાવત એ છે કે જ્યારે આપ આ સમીકરણ ભણો છો ત્યારે તેમા કેટલી જટિલતા છે તે જોવુ પડે.

આશ્રર્યજનક બાબત એ છે કે બુદ્દિશાળી લોકો ધરાવતા આ દેશમાં વિદ્યાર્થીઓએ ક્યા સમયે શુ ભણવુ જોઇએ એ મુદ્દે કોઇ સર્વાનુમતિ નથી જોવા મળતી. તેમા એટલો તફાવત જોવા મળે છે કે વિદ્યાર્થીઓએ મેડિકલ કોર્સમાં પ્રવેશ મેળવવા માટે પણ અલગ અલગ પરીક્ષામાથી પસાર થવુ પડે છે. 15 ટકા સીટ AIPMT ના વિદ્યાર્થીઓ માટે જ્યારે 85 ટકા સીટ GujCETના વિદ્યાર્થીઓ માટે હોય છે. સ્પષ્ટરૂપે MBBSનુ પહેલા વર્ષનુ પેપર સમાન હતુ એટલે પ્રવેશ પરીક્ષા પણ સમાન હોવી જોઇતી હતી પણ જ્યારે સુપ્રીમ કોર્ટે કોમન એન્ટ્રાન્સ ટેસ્ટ અમલી (CET) કરવાનો નિર્ણય આપ્યો ત્યારે તેનો દેશભરમાં વિરોધ થયો હતો અને જીએસટી બિલ પાસ કરવા કરતા પણ વધારે રાજકીય સંડોવણી જોવા મળી હતી.

ગત સપ્તાહે ગુજરાતના શિક્ષણ મંત્રીએ  11મા અને 12માની સેમેસ્ટર સિસ્ટમ રદ કરી હતી અને ગુજરાતી બોર્ડના પાઠ્યપુસ્તકોને ગુજરાતીમાં ભાષાંતર કરાયેલા CBSEના પાઠ્યપુસ્તકો સાથે બદલવા અંગેના નિર્ણય પર ચર્ચા વિચારણા થઇ રહી છે. આ પણ એક ટૂંકી દષ્ટિવાળો નિર્ણય છે. અે સમય સુધી વિદ્યાર્થીઓને વિવિધ બોર્ડમા શિક્ષણ અપાશે અને ત્યારબાદ અચાનક ધોરણ 11થી તેઓને અલગ જ અભ્યાસક્રમમાં ધકેલી દેવામાં આવશે.

વ્યક્તિગત રીતે હુ માનુ છુ કે જો NCF વિદ્યાર્થીઓ માટે સારુ માળખુ છે અને જે વિદ્યાર્થીઓ CA, MBA, MBBS, BE વગેરે જેવા પ્રોફેશનલ કોર્સ કરવામા રસ ધરાવતા હોય તો તેઓ માટે શરૂઆતથી જ NCFનુ માળખુ લાગુ કરવુ જોઇએ. જો કે દેશભરમાં જાણ્યા-વિચાર્યા વિના NCFનુ અમલીકરણ કરવુ એ પણ મોટુ જોખમ સાબિત થઇ શકે છે.

ગુજરાતના RTO વિભાગના નિયમ મુજબ ટ્રાન્સપોર્ટ વાહનના ડ્રાઇવર બનવા માટે વ્યક્તિ ધોરણ 8 સુધી ભણેલો હોય તે આવશ્યક છે. હવે જ્યારે આપણે વિદ્યાર્થીઓને એન્જિનિયર્સ અને ડોકટર્સ બનાવવા માટે અભ્યાસક્રમને વધુ જટિલ બનાવી રહ્યા છીએ ત્યારે વિશ્વના મોટા ભાગના દેશમાં ધો.8 પહેલા જ અભ્યાસ છોડી દેનાર વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે. તેનુ આંકલન ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો (GER) મારફત કરવામાં આવે છે. ભારતમાં પ્રાથમિક શાળાઓમાં GER 92 ટકા છે જો કે માધ્યમિક શાળાઓમાં આ ટકાવારી 50 ટકા કરતા પણ નીચે છે. તેના માટે કેટલાક પરિબળો કારણભુત છે જેમાં ગ્રામીણ શાળાઓમાં છોકરીઓ માટે અલગ શૌચાલયનો સંદતર અભાવ પણ એક કારણ છે. જો કે અભ્યાસક્રમમા જટિલતા એ માધ્યમિક શાળાથી જ વિદ્યાર્થીઓનુ અભ્યાસ છોડવા પાછળનુ મુખ્ય પરિબળ તથા કારણ છે.

ડ્રાઇવર, રસૌયા, પ્લમ્બર બનવા માગતા વિદ્યાર્થીએને એન્જિનિયર કે ડોક્ટર બનવા માગતા વિદ્યાર્થીઓની જેમ સમાન અભ્યાસક્રમની કોઇ જરૂરીયાત નથી. તે ઉપરાંત આપણે તે હકીકતને ધ્યાનમાં રાખવી જરૂરી છે કે સ્કુલે જતા વિદ્યાર્થીઓને તેના માતા-પિતાની મદદ જોઇતી હોય છે. જો ભારતમાં 25 ટકા લોકો અભણ છે તો પછી આ પ્રકારના માતા-પિતાને મદદ કેવી રીતે મળશે ? આ પરીસ્થિતિમાં તેના સંતાનને ભણાવી ના શકતા ટ્યુશન ક્લાસમાં મોકલે છે જેનાથી શેક્ષણિક ખર્ચમાં પણ વધારો થાય છે.

તેથી મારા નમ્ર મંતવ્ય તરીકે અભ્યાસક્રમના બે માળખા હોવા જરૂરી છે. એક માળખુ ધો.12 પાસ કરીને સ્નાતકની ડીગ્રી હાંસલ કરવા માગતા વિદ્યાર્થીઓ માટે અને પ્રોફેશનલ કોર્સ કરવા માગતા વિદ્યાર્થીઓ માટે એક માળખુ હોવુ જરૂરી બને છે. ટૂંકમાં હાલમાં તો રીજનલ અને સેન્ટ્રલ એમ નામ માત્રના બોર્ડ જોવા મળી રહ્યા છે.


શુ હાથ લખાણ આજે પણ પહેલા જેટલુ જ મહત્વ ધરાવે છે ?

આજના ટેક્નોલોજીના જમાનામાં હાથ લખાણને ગ્રામોફોન રેર્કડ જેટલુ જ જૂનુ ગણવામાં આવે છે. હાથના લખાણ પ્રત્યેનો લોકોનો અભિગમ એક મહત્વની આવડતથી તબદીલ થઇને અનઆવશ્યક વસ્તુમાં ફેરવાઇ ચૂક્યો છે. જો તમે કોઇ વ્યક્તિને કામે રાખવા માગો છો તો શુ તમે એવા વ્યક્તિની પસંદગી કરશો કે જે ટાઇપિંગમાં સારી ઝડપ ધરાવતી હોય અથવા સુંદર હાથ લખાણ સાથે ઝડપી લખતી હોય?

પ્રમાણિકપણે તમે તેના હાથ લખાણની દરકાર કર્યા વગર તે જરૂરી કામ કરી જાણે છે તેના આધારે તેની નિમણુંક કરશો. વર્તમાન સમયમા જ્યારે મોબાઇલ હોય કે કમ્પ્યુટર મોટા ભાગના કામ કિબોર્ડ મારફત કરવામાં આવે છે ત્યારે હજુ પણ હાથ લખાણ મહત્વ ધરાવે છે કે કેમ ?

આ વિષય પર અનેક યુનિવર્સિટી, ડોકટર્સ અને શિક્ષકોએ રિસર્ચ કર્યુ છે. રિસર્ચના તારણમાં હાથના લખાણના ઉપયોગથી મગજના વિકાસને લગતા કેટલાક રસપ્રદ પાસાઓ સામે આવ્યા છે.

એક અંદાજ મુજબ પ્રી સ્કૂલના 33 ટકા બાળકો હાથ વડેના લખાણમાં મુશ્કેલી અનુભવે છે. સમય જતા જેમ તેઓ મોટા થાય છે તેમ સ્નાયુઅોમાં સુધારો અને મગજની પ્રવૃત્તિ વધતા હાથનુ લખાણ સુધરે છે. ખરાબ હાથ લખાણથી સ્વાભિમાન પર અસર થાય છે અને માહિતીમાં સુધારો કરવો મુશ્કેલ બને છે. આ પરિબળથી શૈક્ષણિક પ્રદર્શન પર અસર થાય છે.

જ્યારે વિદ્યાર્થીઓ હાથ લખાણની આવડત પર પર્યાપ્ત રીતે ધ્યાન નથી આપતા ત્યારે તેની નકારાત્મક અસર લાંબા સમય સુધી રહી શકે છે. હાથ લખાણની સતત પ્રેક્ટિસ ના કરવામાં તો રિસર્ચ પ્રમાણે વિદ્યાર્થીને વાંચન અને લખાણમા સફળતા મેળવવા માટેની કેટલીક આવશ્યક પ્રક્રિયામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.જેમા નીચેની બાબતો સામેલ છે.

  • સ્મરણશક્તિમાંથી અક્ષરોની પુનઃપ્રાપ્તિ
  • પેપર પર અક્ષરનુ પુન:સર્જન
  • ચોકસાઇપૂવર્કની જોડણી
  • શબ્દો કે લેકચરમાંથી અર્થ શોધવો
  • બ્દો અને વાક્યાંશનુ અર્થઘટન કરવુ 

ભારતમાં આજની તારીખે પણ પેપરમાં જવાબ લખવામાં આવે છે અને સવાલો પણ નિંબધ પ્રકારના પુછાય છે. તેથી તેમા કોઇ શંકા નથી કે જો તમારે સ્કૂલમાં સારા માર્કસ સાથે પાસ થવુ હોય તો સારુ હાથ લખાણ હોય તે અતિ આવશ્યક છે. કોલેજમાં પણ લેક્ચરમાં જરૂરી નોટ્સમાં સુવાચ્ય હોય તેવુ ઝડપી લખાણ હોય તે જરૂરી છે.

વિશ્વના અનેક દેશોમાં કોલેજ જતા વિદ્યાર્થીઓ પર હાથ લખાણની અસર સંદર્ભે કેટલાક પ્રયોગ કરવામાં અાવ્યા છે. એક રિસર્ચમાં બે ગ્રુપ બનાવાયા, જેમા એક ગ્રુપ લેપટોપ પરથી નોટ્સ મેળવતુ હતુ અને અન્ય ગ્રુપ નોટપેડ પર નોટ્સ પ્રાપ્ત કરતું હતું. વિદ્યાર્થીઓએ સ્વેચ્છાએ ગ્રુપની પસંદગી કરી. તેઓનુ શૈક્ષણિક પ્રદર્શન મિશ્ર હતું - બન્ને ગ્રુપમાં થોડાક ટોપર્સ અને કેટલાક સામાન્ય વિદ્યાર્થીઅો સામેલ હતા. એક સેમેસ્ટર બાદ તેના માકર્સની સરખામણી કરવામાં આવી તો જાણવા મળ્યું કે હાથ લખાણની નોટ લેતા વિદ્યાર્થીઓની વિષયની સમજ લેપટોપનો ઉપયોગ કરતા વિદ્યાર્થીઓથી વધુ હતી.

રિસર્ચનુ તારણ એટલુ નોંધપાત્ર હતુ કે જે વિદ્યાર્થીઓએ હાથથી લખ્યુ અને જે વિદ્યાર્થીઓએ ટાઇપ કર્યુ હતુ તેઓના મગજ પર થનારી અસરને ચકાસવા માટે FMRI – ફંકશનલ મેગનેટિક રેઝોનન્સ ઇમેજિંગનો ઉપયોગ કરાયો હતો અને ન્યુરોલોજિસ્ટ પણ સામેલ હતા. તારણ એ હતુ કે નોટ્સ હાથથી લખવામા આવી ત્યારે મગજમા નવા જોડાણો જોવા મળ્યા હતા. હાથ લખાણમાં વધારે ઇન્દ્રિયો સામેલ હોવાથી હાથના લખાણથી નોટ્સને સારી રીતે યાદ રાખી શકાય છે.

હાથથી લખવાની મુખ્ય બે પદ્વતિ છે - બિન વળાંકવાળા અને એવા અક્ષરો કે જે એકબીજાને અડતા નથી કે જેને સામાન્ય લખાણ પણ કહેવાય છે અને અન્ય પદ્વતિ વળાંકવાળી છે એટલે કે તમે પેન ઉપાડ્યા વગર લખાણ લખો છો. ભારતમાં વિદ્યાર્થીઓ ઝડપી લખી શકે તે માટે તેઓને વળાંકવાળી પદ્વતિનુ લખાણ શીખવાડવામાં આવે છે. આ પદ્વતિથી તેઓને નોટ્સના લખાણમાં અને પરીક્ષામાં મદદ મળી રહે છે.

તેથી રિસર્ચ કરનારા લોકોએ આ પાસાનો પણ અભ્યાસ કર્યો. રિસર્ચ એવુ કર્યુ કે શુ વળાંકવાળા અક્ષરની પદ્વતિ અને બિનવળાંક વાળા અક્ષરની પદ્વતિથી વિદ્યાર્થીઓના માકર્સ પર તેની અસર પડે છે કે નહીં ? જો કે બન્ને લખાણની પદ્વતિના પરિણામ વચ્ચે બહુ ફરક નથી જોવા મળ્યો. તેથી જ્યાં સુધી હાથ લખાણ સુવાચ્ય હોય ત્યાં સુધી આ બાબત મહત્વની નથી.

કેટલાક રિસર્ચ અને પ્રયોગોનુ સૌથી મહત્વનુ તારણ એ હતુ કે જ્યાં સુધી હકીકતલક્ષી જ્ઞાનનો સવાલ છે ત્યાં સુધી લેપટોપ અને નોટપેડ ધરાવતા વિદ્યાર્થીઓનુ પ્રદર્શન સમાન રહ્યું છે. જો કે કાલ્પનિક સમજમાં નોટપેડ ધરાવતા વિદ્યાર્થીઓનુ પ્રદર્શન ટાઇપ કરતા વિદ્યાર્થીઓથી સારુ રહ્યું છે.

તેથી એ તો સાબિત થાય જ છે કે આજના જમાનામાં પણ હાથ લખાણ પહેલા જેટલુ જ મહત્વ ધરાવે છે. આપણે બાળકને ''મોતીના દાણા જેવા અક્ષર'' કરવા માટે દબાણ કરવા કરતા તે ઝડપી અને વંચાય તેવુ લખે તે માટેની તાલીમ આપવી જોઇએ. આ તાલિમ તેઓને જીવનભર કામ આવશે.

ડમી હાજરી : સ્કૂલની સમસ્યા કે પછી પ્રવેશ પ્રક્રિયા સાથે ચેડા ?

અમદાવાદમાં એવી ઘણી સ્કૂલ છે કે જે ધો.11 અને 12માં જરૂરી એવી 80 ટકા હાજરી કરતા પણ ઓછી હાજરી માટે મંજૂરી આપે છે. હંમેશ પ્રમાણે સ્કૂલનો વાંક કાઢવામાં આવે છે જ્યારે માતા-પિતા અને પુખ્ત વયના વિદ્યાર્થીઓ સભાનપણે પ્રકારની સ્કૂલમાં પ્રવેશ લેવાનો આગ્રહ રાખે છે કારણ કે તેઓ ધો.11 અને 12ના સ્કૂલમા અપાતા શિક્ષણમાં ધ્યાન આપવા કરતા કોલેજમાં સરળતાથી મળતા પ્રવેશની વધારે ઇચ્છા રાખતા હોય છે. તેનાથી કાયદાનુ પાલન કરનારા હોશિયાર વિદ્યાર્થીઓ પર તેની અસર થાય છે. વિદ્યાર્થીઓએ સ્કૂલમાં હાજર રહેવાની સાથે સાથે ટ્યુશન ક્લાસમાં પણ જવાનુ હોય છે તેમજ સ્કૂલમાં હાજર ના રહીને સમય બચાવનારા વિદ્યાર્થીઓ સાથે સ્પર્ધા પણ કરવાની હોય છે. તેનો ભોગ બનનારા બીજા લોકોમાં ડમી સ્કૂલ પસંદ કરનારા વિદ્યાર્થીઓ જાતે છે. સારા શૈક્ષણિક પ્રદર્શન માટે અત્યંત દબાણ અને દરેક પ્રકારના વિકાસથી વંચિત રહેતા પ્રકારના વિદ્યાર્થીઓ માનસિક રોગના શિકાર બને છે. બેશકપણે આપઘાતના કેસથી સાબિત થઇ ચૂક્યું છે.

તેનુ મુખ્ય કારણ કોલેજમાં પ્રવેશ માટેનો મર્યાદિત માપદંડ છે. કોલેજમાં એડમિશન વખતે માત્રને માત્ર પ્રવેશ પરીક્ષાના માર્કસ પર ધ્યાન આપવાથી સંપૂર્ણ પ્રવેશ પ્રક્રિયા અસંગત સાબિત થાય છે. પ્રોફેશનલ ડિગ્રી મેળવવા માગતા વિદ્યાર્થીઓ માટે માત્ર પ્રવેશ માટેના માર્કસ મહત્વ ધરાવતા હોવાથી તેઓ સ્કૂલે જવાનુ પણ ટાળે છે.

જો આપણે પ્રથાને લગ્નપ્રથા સાથે સરખામણી કરીએ તો છોકરાને માત્ર તેના પગાર કે છોકરીને તેના દેખાવથી લગ્ન માટે પસંદ કરવી તે આપણી સંસ્કૃતિમા માન્ય નથી. તે યોગ્ય પણ ના કહેવાય. લગ્ન માટે છોકરા કે છોકરીની પસંદગી કરવા માટે આપણે તેના કુંટુબનુ બેકગ્રાઉન્ડ, જાતી, કુંડળી, ઊંચાઇ અને અંતે સૌથી જરૂરી એવી શૈક્ષણિક લાયકાતને પણ ફરજીયાત રીતે ધ્યાનમાં રાખીએ છીએ. જો લગ્નની બાબતમાં માત્ર કેટલીક માહિતીથી છોકરી-છોકરાની પસંદગી નથી થતી તો શા માટે મેડિકલ કે એન્જિનિયરિંગ કોલેજમાં ખોટી રીતે વિદ્યાર્થીએને પ્રવેશ આપવામાં આવે છે.

તો વિશ્વમાં સારી કોલેજમાં કેવા પ્રકારના વિદ્યાર્થીને પ્રવેશ આપવો તે કઇ રીતે નક્કી થાય છે ?
અનેક દાયકાઓનો અનુભવ ધરાવતી કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા ઉત્તમ હોય છે. તેઓ માત્ર પ્રવેશ પરીક્ષામાં મેળવેલા માર્કસને ધ્યાનમાં નથી રાખતા. તે માત્ર વિદ્યાર્થીઓની ક્ષમતા દર્શાવે છે પણ સંપૂર્ણ માપદંડ કરવુ તો જરૂરી બને છે. SAT, TOEFL, IELTS અને અન્ય પ્રવેશ પરીક્ષામાં સારા માર્કસ હોવા ઉપરાંત તમારી પાસે લાયકાતના પ્રમાણપત્રો હોવા પણ અાવશ્યક છે. ચાલો જોઇએ કેવી રીતે..

  • સ્કૂલ રિર્પોટ અને તેની નકલ : હાઇસ્કૂલ નકલ સામાન્યપણે તમારી ધો.7થી મેળવેલી શૈક્ષણિક સિદ્વિઓનો રેર્કોડ છે. તેમા તમે પસંદ કરેલા વિષયોની માહિતી હોવાની સાથે દરેક વર્ગમાં તમે હાંસલ કરેલા ગ્રેડ પણ સામેલ હોય છે અને કેટલીકવાર તેમા અન્ય પરીક્ષાના માર્કસ અને આપે મેળવેલ એવોર્ડ પણ દર્શાવેલ હોય છે.
  • કાઉન્સિલરની ભલામણ:  શૈક્ષણિક અને વ્યક્તિગત લાક્ષણિક્તા દર્શાવતી બાબતોનુ મુલ્યાંકન, અરજદારના પ્રદર્શનનો સંદર્ભિત અભિપ્રાય તથા સમસ્યારૂપ વર્તન કે જેનો એડમિશન કમિટીએ અભ્યાસ કરવો જોઇએ.
  • સ્કૂલની માહિતી : વિદ્યાર્થીએ કઇ પ્રકારની સ્કૂલમાંથી શિક્ષણ પ્રાપ્ત કર્યું છે તે માહિતી આપવી જરૂરી છે. તેના માટે એક માળખુ ઉપલબ્ધ હોય છે જેમાં વિદ્યાર્થીઓના એવરેજ માર્કસ,સિદ્વિઓની યાદી, સરકારી જોડાણ અને અન્ય કેટલીક બાબતોના ડેટા દર્શાવેલા હોય છે.
  • બે શિક્ષકોનુ મૂલ્યાંકન : કોઇપણ બે શિક્ષક કે જેમણે છેલ્લા ત્રણ વર્ષમાથી ઓછામાં ઓછા એક વર્ષ માટે વિદ્યાર્થીને કોઇપણ વિષય ભણાવ્યો હોય તેમણે તેનુ મૂલ્યાંકન આપવાનુ રહે છે
  • કલાત્મક પ્રવૃત્તિ : જો વિદ્યાર્થી કોઇપણ કલાત્મક પ્રવૃત્તિમાં આવડત ધરાવતો હોય તો એડમિશન ફોર્મમાં તે દર્શાવી શકે છે. તેનાથી જો ઉપરની કેટલીક બાબતો નહીં પણ હોય તો પણ વિદ્યાર્થીને પ્રવેશ મળી શકશે.
  • રમતગમતની સિદ્વિઓ : પ્રવેશ માટે કલાત્મક પ્રવૃત્તિઓની જેમ રમતગમતની સિદ્વિઓને પણ એટલુ મહત્વ આપવામાં આવે છે. તેનાથી જે વિદ્યાર્થી રમતગમતમાં ઉત્તમ સિદ્વિઅો ધરાવતો હોય તેને સારી કોલેજમાં પ્રવેશ મળી શકે છે. સૌથી શ્રેષ્ઠ વિદ્યાર્થીએ પણ કળા કે રમતગમત ક્ષેત્રે કારર્કિદી બનાવવા માટે કેટલાક અભ્યાસનો ત્યાગ કરવો પડે છે. તેથી એડમિશન કમિટી પ્રવેશ આપતી વખતે બાબત ખાસ ધ્યાનમાં રાખે છે.
  • ભલામણ કરતો વૈકલ્પિક લેટર : કોઇપણ વિદ્યાર્થી કોઇ વ્યક્તિ કે જે તેમને સારી રીતે ઓળખતુ હોય તેની પાસેથી ભલામણપત્ર મેળવી શકે છે. તેનાથી એટલો ફરક નથી પડતો પણ વિદ્યાર્થીની કેટલીક છુપાયેલી ગુણવત્તાઓ સામે આવી શકે છે.

પ્રક્રિયા સરળ છે. તેઓની પરીક્ષામાં કટઓફ માર્કસ હોય છે પણ તે ભારતીય કોલજમાં હોય તેટલા વધારે નથી હોતા. કટઓફ યોગ્ય છે જેથી કરીને પસંદ થયેલા વિદ્યાર્થીઓ ઉપલબ્ધ સીટોની સરખામણીએ બે ગણા વધારે હોય. એડમિશન કમિટી અરજીમા દર્શાવેયાલા સાત ડોક્યુમેન્ટની ચકાસણી કરી છે અને ત્યારબાદ તેમાથી અડધા જેટલા નાબુદ કરે છે.

ભારતની ટોચની 100 કોલેજમાં પ્રવેશ મેળવવા માટે જો આપણે વિસ્તૃત માપદંડની પદ્વતિ સ્વીકારીએ તો સંપૂર્ણ દેશ તેને અનુસરશે. તેનાથી વિદ્યાર્થીઓમાં આત્મહત્યાની સમસ્યા, ગેરકાયદેસર ડમી સ્કૂલ, ટ્યુશન ક્લાસ દ્વારા ઊઘાડી લૂંટ તથા પોતાની બુકની બહારની કોઇ બાબત ના જાણતા વિદ્યાર્થીઓ અને વ્યવસાયિકો જેવી બધી સમસ્યાઓનો નાશ થશે.

ભારત વર્ષોથી સતત વિકાસ પામી રહ્યું છે ત્યારે આપણે વિકસીત દેશોના પગલે ચાલવુ જોઇએ અને આપની ભવિષ્યની પેઢીનો કૃત્રિમ પ્રવેશ પરીક્ષાના માર્કસ કરતા સૈદ્વાંતિક જ્ઞાન આધારિત નક્કર પાયો નાખવો જોઇએ.