Thursday, 9 March 2017

વિદ્યાર્થીનીઓ બોર્ડની ટોપર્સ યાદીમાં પ્રભુત્વ ધરાવતી હોવા છતાં ત્યારબાદ કેમ સારી કારકિર્દી નથી બનાવી શકતી?

જો તમે એક વાતની નોંધ કરી હોય તો છેલ્લા કેટલાક દાયકાથી ગુજરાત બોર્ડ ટોપરની યાદીમાં 50 ટકાથી વધુ છોકરીઓ હોય છે. પુરુષ- મહિલાના પ્રમાણને ધ્યાનમાં રાખતા છોકરાઓની સરખામણીએ ઓછી છોકરીઓ પરીક્ષામાં હાજર રહે છે તે આશ્ચર્યજનક બાબત છે.

ટોચના 10 રેન્કમાં છોકરીઓની સંખ્યાથી આશ્ચર્ય પૂર્ણ નથી થતું પણ માર્ક્સ પણ મહત્વના છે. મોટાભાગે તેઓએ છોકરાઓ કરતા પરીક્ષામાં વધુ માર્ક્સ મેળવ્યા હોય છે તેથી સામાન્યપણે ટોપર્સની યાદીમાં પણ તેઓ ટોપર્સ તરીકે જ જોવા મળે છે.

આ તથ્ય માત્ર 12મા ધોરણના કોમર્સ અને સાઇન્સ બોર્ડ પૂરતું મર્યાદિત નથી પણ 10મા ધોરણના પરિણામોનું પણ આ જ તથ્ય છે. CBSE ટોપર્સમાં પણ આ જ પેર્ટન જોવા મળે છે. વર્ષ 2015 અને 2016માં દેશભરમાંથી છોકરીઓ ટોપર્સ હતી. મહારાષ્ટ્ર અને રાજસ્થાનના રાજ્ય બોર્ડનું પરિણામ પણ દર્શાવે છે કે છોકરીઓએ પરિણામમાં છોકરાઓને પાછળ રાખી દીધા છે.

પરિણામમાં છોકરીઓનું પ્રભુત્વ એટલી હદે છે કે એવરેજ પરફોર્મન્સમાં પણ તેઓ બહેતર પરફોર્મ કરે છે. પરીક્ષામાં ઉપસ્થિત રહેતી છોકરીઓની ટકાવારી એવરેજ પાસ થવાની ટકાવારી કરતા વધારે છે.

અહીં પ્રશ્ન એ છે કે - નિયમસરનું ભણતર પૂર્ણ કર્યા બાદ આ છોકરીઓની પરિસ્થિતિ શું હોય છે? શા માટે તેઓ કાર્યબળમાં બરોબરીના આંકડાઓમાં નથી હોતી અને શા માટે કારકિર્દીમાં ટોપ નથી કરી શકતી?

અનેક રિસર્ચ બાદ એવું તારણ મળ્યું છે કે મહિલાઓને જે કાર્યની તાલીમ અને યોગ્ય કેળવણી આપવામાં આવે તેમાં તેઓ સારું પરફોર્મ કરી શકે છે. સ્કૂલના શૈક્ષણિક સત્ર દરમિયાન છોકરીઓને છોકરાઓ જેટલી જ સુવિધાઓ આપવામાં આવે છે અને ખાસ કરીને એવરેજથી ઉપર હોય તેને પણ સુવિધા અપાતી હોય છે. છોકરીઓને ઘરનું કામ અથવા પરિવારની કાળજીની જવાબદારી સોંપીને તેઓને ભાર નથી અપાતો. જો કે, એક વાર સ્કૂલનું ભણતર પૂર્ણ કર્યા બાદ તેણીને જવાબદાર બનવાનું કહેવામાં આવે છે જેનો અર્થ માતાને ઘરગથ્થુ કાર્યોમાં મદદ કરવી અને રસોઇ શીખવી તેવો થાય છે. ભારતીય સંસ્કૃત્તિ પ્રમાણે મહિલાઓ સંતાન અને ઘરની કાળજી રાખે છે, જ્યારે પુરુષ કામ પર જાય છે અને પૈસા કમાય છે. હકીકતમાં પરીક્ષામાં સારું પરફોર્મ કરવા પાછળનો છોકરીઅોનો હેતુ સારી નોકરી નથી હોતી પણ સારો પતિ મળે તેવો હોય છે.

અહીંયા સમીકરણમાં સમસ્યા એ છે કે દરેક માતાઓનું રેન્કિંગ હોવાથી માતા કેટલી સારી છે તે વિશે આપણે ક્યારેય નથી જાણી શકતા. તેનાથી વિપરિત પુરુષોને નોકરીમાં પગારવધારો મળે છે અને જો તેઓનો પગાર માર્કેટ દરોને અનુરૂપ ના હોય તો નોકરી પણ બદલી શકે છે. બીજી બાજુ મહિલાઓ પ્રેમ અને લાગણી અને હૂંફ આપતી હોવા છતાં એ જ પરિવારમાં કામ કરતા રહેવું પડે છે. કોણ સંતાનને વધુ પ્રેમ કરે છે તેનું રેન્કિંગ હોય તો ચોક્કસપણે મહિલાઓ તે યાદીમાં પ્રભુત્વ ધરાવતી હોત.

તાજેતરમાં 8 માર્ચે યોજાયેલા મહિલા દિવસની જોરશોરથી પ્રચાર સાથે ઉજવણી થઇ હતી. મોટા ભાગની મહિલાઓ મહિલા દિવસ પર શુભેચ્છા મેળવે છે જો કે વર્ષના આ દિવસને બાદ કરતા તેઓનું જીવન હરહંમેશ એ જ રહે છે. ખેદજનક બાબત એ છે કે રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓ મહિલાઓને અનામત, ક્વોટા અને પસંદગીને આધારે પ્રભાવિત કરવાની ઇચ્છા રાખે છે. અહીંયા સમસ્યા ભારતીય સંસ્કૃતિ સાથે છે - જેને આપણે બદલવાની જરૂરિયાત છે. મહિલાઓને ગુણો અને લાયકાતને આધારે મહત્વ આપવામાં આવે તે આવશ્યક છે.

જો મહિલાઓને પણ સમાન ભૂમિકા અને જવાબદારી સોંપવામાં અાવે તો ચોક્કસપણે પુરુષોને પણ પાછળ છોડી દેશે. જો તેઓ તેના જીવનના પહેલા 18 વર્ષમાં છોકરાઓને પાછળ રાખી શકતી હોય તો તે બાબત ચોક્કસ છે કે તેઓ બાકીના 36 વર્ષમાં પુરુષોની બરોબરી તો કરી જ શકે. 

સ્કૂલમાં ફીનું નિયમન: શું તેનાથી શૈક્ષણિક ક્ષેત્રને ફાયદો થશે?

ગુજરાત સરકાર પાસે હાલમાં સ્કૂલમાં ફીના નિયમનને લઇને પ્રસ્તાવ આવ્યો છે. એવી શક્યતા જણાઇ રહી છે કે વિધાનસભાના આગામી સેશનમાં આ બિલ રજૂ થઇ જશે. આ બિલથી સ્કૂલમાં ફીનું નિયમન થશે. ચાલો આપણે જોઇએ કે ફી પર નિયમન એ આર્થિક દૃષ્ટિએ યથા યોગ્ય નિર્ણય કહી શકાય કે નહીં.

એવી ધારણા છે કે બિલમાં એક નિશ્વિત રકમ દર્શાવી હશે અને સ્કૂલોએ શા માટે તેઓ નિશ્વિત રકમ કરતા વધુ ફી ઉઘરાવી રહી છે તેનો ખુલાસો કરવો પડશે. જ્યારે કેટલાક લોકો માની રહ્યા છે કે આ પ્રકારની કોઇ નિશ્વિત રકમ નક્કી કરવામાં નહીં આવે પણ પ્રત્યેક સ્કૂલમાં એક સમિતિની સ્થાપના કરવામાં અાવશે તેમજ દરેક સ્કૂલની એ સમિતિ દ્વારા ફીનું માળખુ નક્કી કરવામાં આવશે. જો કે, નિયમન અંગેની ચોક્કસ માહિતી આપણી પાસે ઉપલબ્ધ નથી.

અનેક સ્કૂલો અને કોલેજમાં ભણાવાતા અર્થશાસ્ત્રના વિષયમાં માર્કેટનો પાઠ હોય છે. માલસામાન અને સેવાની કિંમત માર્કેટ દ્વારા નક્કી કરવામાં આવે છે તથા ટક્કર પ્રતિસ્પર્ધામાં માર્કેટમાં કિંમત યથા યોગ્ય હોય છે કે વેચાણકારોને ખોટ ના જાય અને ગ્રાહકોને વસ્તુની ચૂકવણીની સામે વધુ વેલ્યુ મળે. ઉદાહરણ તરીકે, XYZ સ્કૂલ રૂ.1 લાખની ફીની વસુલાત કરે છે જ્યારે તેનો સ્કૂલ ચલાવવાનો ખર્ચ રૂ.50,000 છે, અર્થશાસ્ત્રી માને છે કે આ સ્થિતિમાં કોઇ નવી ABC સ્કૂલ તેની બાજુમાં શરૂ થશે અને ત્યારબાદ XYZને ફીમાં ઘટાડો કરવાની ફરજ પડશે અથવા તેઓની બેઠકો ખાલી રહેશે. જો માતાપિતાને ABC સ્કૂલ પસંદ ના આવે તો તેઓ XYZ સ્કૂલમાં બાળકોને પ્રવેશ અપાવવા લાઇનમાં પણ ઊભા રહેવા તૈયાર થઇ જશે. આ સ્થિતિમાં ABC સ્કૂલે તેની સેવામાં સુધારો કરવો પડશે અથવા બેઠકો ખાલી રહેશે.

કોઇપણ પ્રકારની સરકારી નિયમન માર્કેટમાં અંતરાય બનશે અને એવી સ્થિતિનું સર્જન કરશે જ્યાં ABC સ્કૂલ નહીં આવે અને માતાપિતાએ ફરજીયાતપણે તેઓના બાળકોને માત્ર XYZ સ્કૂલમાં પ્રવેશ અપાવવો પડશે. નિયમનને આધારે XYZની ફીમાં વધારો કે ઘટાડો થઇ શકે છે, જો કે સતત સુધારાની જરૂરિયાત ચોક્કસપણે ઓછી થશે.

અર્થશાસ્ત્રમાં બીજો ખ્યાલ છે અવેજીકરણનો. ધારો કે આપ તરસ્યા છો અને ભર ઉનાળાની બપોરે શરીરમાં ઉર્જાની કમી અનુભવી રહ્યા છો. આપ વિચારશો કે લિંબ પાણી પીવું કે છાશ, તે સમાન કિંમતમાં ઉપલબ્ધ હશે તેવું ધારીને તમે તે ખરીદવા માટે વિક્રેતા પાસે જાવ છો. જો કે, જ્યાં તેનું ઉત્પાદન થાય છે ત્યાં આજુબાજુ કેટલીક માખીઓને કારણે તમે થમ્બ્સ અપ કે પેપ્સી પીવાનું પસંદ કરો છો - કે જેની કિંમત પણ સરખી છે, સ્વાસ્થ્યપ્રદ છે અને ઠંડી પણ છે. દરેક ઠંડા પીણાની કિંમત સરખી હોવા છતાં તમારે શું પીવું છે તેનો નિર્ણય લેવા માટે તમે કિંમત કરતા અન્ય પરિબળો પર ધ્યાન આપ્યું. તેથી જ્યારે સરકાર ચર્ચા કરી રહી છે કે લિંબુ પાણી કે સ્કૂલે શું ફી વસૂલ કરવી જોઇએ ત્યારે ગ્રાહક ચકાસણી કરી રહ્યો હશે કે તેના બાળકો કોલેજમાં પ્રવેશ મેળવવા માટે ક્યાં ક્લાસની પસંદગી કરશે અથવા ખૂબ ઊંચી કિંમતે થ્મબ્સ અપની ખરીદી કરશે.

એક દેશ તરીકે આપણે એ સમજવાની તાતી જરૂરિયાત છે કે ભૂતકાળમાં સેવાક્ષેત્રમાં લાગુ કરેલી કિંમત નિયમનની પદ્વતિ સદંતરે નિષ્ફળ નિવડી છે. બે સેવાની ક્યારેય સરખામણી ના કરી શકાય અને ફી નક્કી કરવામાં વ્યક્તિગતતાની જરૂરિયાત રહે છે. જો સ્થાપિત કરવામાં આવે તો સ્કૂલને નવા માતાપિતા મળે છે જે કોઇપણ પ્રકારની મજબૂરી વગર પ્રવેશ ફી અને વાર્ષિક ફી ચૂકવવા માટે તૈયાર રહે છે, પણ સ્કૂલ સારું પરફોર્મ કરી રહી છે તે જાણવું લિટમસ ટેસ્ટ સમાન છે. જો સ્કૂલમાં બેઠકો ખાલી રહેશે તો સ્કૂલના પ્રમોટરે સહન કરવાનો વારો આવશે અથવા જો તે સ્કૂલમાં પ્રવેશ માટે લાંબી લાઇન હશે તો ચોક્કસપણે સ્કૂલ સારી કામગીરી કરતી હશે.




સ્વાસ્થ્ય (ફિટનેસ) શિક્ષણનો મહત્વનો હેતુ છે

ઓલ્મિપિક ટાસ્ક કોન્ફરન્સમાં મારો સમાવેશ કરાયો તે મારું સદ્ભાગ્ય છે. ઓલ્મિપિક મેડલ મેળવવું તે કેન્દ્રિત વિચાર છે પણ બીજો હેતુ ઓલ્મિપિક રમતને પ્રોત્સાહન આપવું અને જાગૃતિ ફેલાવવી તેવો છે. આપણે ફેરફારને નમૂનારૂપ બનાવીએ અને આંતરરાષ્ટ્રીય સ્તરે રમતગમતમાં સિદ્વિ પ્રાપ્ત કરવાનું લક્ષ્યાંક નિર્ધારિત કરીએ તે પહેલા આપણે જે બાબત પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત છે તે છે યુવાવર્ગની ફિટનેસ.

બાળકોનું સ્વાસ્થ્ય ચિંતાનું કારણ બન્યું છે અને સમસ્યા ઝડપી વેગે પ્રસરી રહી છે. તાજેતરમાં, CBSE દ્વારા સ્કૂલોને પરીક્ષામાં બાળકોને વધુ બ્રેક આપવા માટે કહેવામાં આવ્યું હતું જેથી કરીને ડાયાબિટીસથી પીડિત બાળકો તેના શરીરમાં સુગરનું બેલેન્સ જાળવી રાખવા માટે સમયાંતરે કશુક ખાઇ શકે. તે સ્પષ્ટપણે દર્શાવે છે કે સ્થૂળતા અને બિમારી નિરંકુશ બની રહી છે. મારા મંતવ્ય મુજબ આપણે રાજ્ય બોર્ડથી લઇને સીબીએસઇ સુધીના શૈક્ષણિક બોર્ડને અભ્યાસમાં રમતગમતને એક પ્રેક્ટિકલ વિષય તરીકે આવરી લેવા તેમજ ઉંમર અનુસાર અભ્યાસક્રમ બનાવીને નિયમીતપણે મૂલ્યાંકન કરવાની પદ્વતિનો અમલ કરવા માટે કહેવું જોઇએ. રમતગમતને માત્ર મનોરંજનની દૃષ્ટિએ જોવા કરતા વિદ્યાર્થીઓ જે રીતે વિજ્ઞાન અને ગણિતની પરીક્ષા આપે છે તે રીતે રમતગમતની પણ પરીક્ષા હોવી અનિવાર્ય છેતેના માર્ક્સ અને ગ્રેડની અંતિમ પરિણામમાં પણ ગંભીર અસર જોવા મળશે.

સામાન્યપણે, ઓલ્મિપિકમાં ભાગ લઇને મેડલ જીતવા માટે વધુ ભાગ લેનાર લોકોની જરૂરિયાત રહે છે. જો કે જ્યાં સુધી બાળકો ફિટ ના હોય તથા બાળપણથી રમતગમત પ્રત્યે સજાગ ના હોય તો આંતરરાષ્ટ્રીય સ્તરની રમતગમતમાં ક્વોલિફાય થવાની શક્યતા ખૂબ આંશિક રહે છે. અભ્યાસક્રમ બાળકો માટે ભારણરૂપ ના બની રહે તે ધ્યાન રાખવું પણ ખૂબ આવશ્યક છે. રમતગમતના અભ્યાસક્રમમાં તેઓની ઉંમરને આધારે કેટલીક સરળ પ્રવૃત્તિઓ જેવી કે દોડ, સંતુલન, દોરડાકૂદને સામેલ કરી શકાય છે તેમજ માર્કશીટમાં બાળકોને તેના માર્કસ અપાય તે આવશ્યક છેશૈક્ષણિક સંસ્થાઓએ તેના માટે જરૂરી આંતરમાળખુ સ્થાપિત કરવાની જરૂરિયાત રહે છે અને સ્કૂલના ટાઇમ ટેબલમાં પણ સમય સેટ કરવો જોઇએ. તદુપરાંત, જે માતાપિતા તેના સંતાનોની કાબેલિયતને વધુ સારી બનાવવા માગતા હોય તેઓ ખાસ કોચિંગ પણ પસંદ કરી શકે છે. તે માટે કોચ અને સુવિધાઓ પાછળ ખાનગી ભંડોળ આપવામાં આવશે. વર્તમાન સમયમાં આપણી વિચારધારા પણ માર્ક્સલક્ષી હોવાથી સ્પોર્ટ્સને ઓછુ મહત્વ અપાય છે. તેથી સ્પોર્ટ્સને અન્ય વિષયોની જેમ સમાન મહત્વ આપવાથી નિશ્વિતપણે ઓથોરિટી, માતાપિતા અને વિદ્યાર્થીઓ તેને ગંભીરતાપૂર્વક ધ્યાનમાં લેશે

સ્કૂલ પ્રતિભાસંપન્ન વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ખાસ સ્કોલરશિપની સુવિધા પૂરી પાડી શકે છે તેમજ વિદ્યાર્થીઓ અભ્યાસની સાથોસાથ તેની આવડતને વધુ ધારદાર બનાવી શકે તે હેતુસર સ્કૂલ ખાસ જોગવાઇઓ પણ બનાવી શકે છે. નોંધનીય છે કે હાયર ક્લાસમાં અભ્યાસ કરતા ઓછા પ્રતિભાસંપન્ન વિદ્યાર્થીઓ પરિણામમાં અન્ય વિદ્યાર્થીઓની સરખામણી કરવા માટે તેની રૂચિનો ત્યાગ કરે છે. વિકાસાત્મક વર્ષો બાદ વિદ્યાર્થીઓ પર અભ્યાસનું દબાણ વધતા તેઓ શારીરિક કસરત પાછળ ઓછો સમય ખર્ચે છે જેના કારણે તેઓ આગળ જતા મેદસ્વી બને છે.

હકીકતમાં, કોલેજમાં પ્રવેશ અને અભ્યાસક્રમમાં પણ તેને સામેલ કરીને સ્પોર્ટ્સને વધુ મહત્વ આપી શકાય છે. આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીમાં સ્પોર્ટ્સને ખાસ માન્યતા આપવામાં આવી છે અને સ્પોર્ટ્સમાં જે વિદ્યાર્થીઓ ચડિયાતા સાબિત થાય છે તેઓને જગ્યા માટે પસંદગી થવાના વધુ ચાન્સ રહે છે. જો IIT તેની પ્રવેશ પ્રક્રિયામાં પ્રકારના માપદંડો નક્કી કરે તો તેનાથી ચોક્કસપણે અડધુ કામ સફળતાપૂર્વક પૂર્ણ થઇ જશે. દર વર્ષે 10 લાખ વિદ્યાર્થીઓ IIT JEEની પરીક્ષા આપે છે અને સ્કૂલના મધ્ય સમયગાળાથી તેની તૈયારી શરૂ કરે છે. તેથી જો વિદ્યાર્થીઓ ગણિત અને વિજ્ઞાનની સાથોસાથ સારી ફિટનેસ માટે પણ સજાગ થાય તો નિશ્વિતપણે તેઓ કુદરતી રીતે વધુ સ્વસ્થ રહેશે. જે રીતે તેઓ પ્રવેશ પરીક્ષાની તૈયારી માટે જાગૃત રહે છે તે રીતે વિદ્યાર્થીઓ ક્વોલિફાય થવાના માપદંડ તરીકે સ્પોર્ટ્સને પણ ગંભીરતાપૂર્વક લેશે. IIT ઉપરાંત અન્ય કોલેજ પણ પ્રવેશ માટે સ્પોર્ટ્સને એક મહત્વના માપદંડ તરીકે રજૂ કરી શકે છે. તેનાથી પ્રત્યેક બાળક વધુ ચુસ્ત અને તંદુરસ્ત રહેવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરશે અને દર વર્ષે ફિટનેસમાં સુધારો પણ જોવા મળશે. એક વાર પગલાના અમલીકરણ બાદ માતાપિતા પણ ફિટનેસને (સ્વાસ્થ્ય) વધુ મહત્વ આપશે.

તેથી, સ્કૂલમાં એક મહત્વના વિષયની સાથોસાથ કોલેજમાં પ્રવેશ માટેના અગત્યના માપદંડ તરીકે સ્પોર્ટ્સને માન્યતા આપ્યા બાદ બાળકોમાં ફિટનેસના સ્તરમાં સુધારો આવશે તેમજ ઓલ્મિપિક માટેના જરૂરી કૌશલ્યને પણ તેઓ ધારદાર બનાવી શકશે.