Saturday 11 February 2017

કિશોરવયે આત્મહત્યા ભાગ - 2

સમસ્યાના નિરાકરણ માટે કેટલાક ઉપાયો

ગત લેખમાં મે કિશોરોમાં વધતી આત્મહત્યા અને માનસિક ઉદાસીનતાના વધતા દરો વિશે લખ્યું હતું અને તેના વિવિધ કારણો વિશે પણ આપણે ચર્ચા કરી હતી. અહીંયા આપણે કેટલાક શક્ય ઉપાયો વિશે ચર્ચા કરીશું જેનાથી આ પ્રકારનું વર્તન રોકી શકાય અને આ બનાવોને નોંધપાત્ર રીતે ઘટાડી શકાય.

1.સ્ટ્રેસર પર ધ્યાન આપો
મિત્રો સાથે ઝઘડો એ કિશોરો માટે મોટી આફત બની રહે છે જ્યારે પુખ્તવયના માટે તે માત્ર એક સામાન્ય બનાવ હોય છે. કિશોરો અને પુખ્તવયના લોકો માટે સ્ટ્રેસર અલગ હોય છે તેમજ જો કોઇ કિશોર અલગ રીતે વર્તન કરતું હોય કે પછી ચિંતા, ગુસ્સો, તણાવ કે હતાશાના તીવ્ર લક્ષણો દર્શાવતું હોય તો અાપણે સાવધ રહેવાની જરૂર છે.

2. માનસિક જોખમોથી માહિતગાર થવું
અપ્રિય ઘટનાઓ ઉપરાંત કેટલાક અન્ય પરિબળોથી પણ આત્મહત્યાની લાગણીનો જન્મ થાય છે. તે કદાચ સંજોગો, માનસિક કે સામાજિક પરિબળો પણ હોઇ શકે છે. જો કિશોર કોઇ માનસિક વિકાર કે બિમારીથી પીડાતો હોય તો તે/તેણી પર નજર રાખવી અાવશ્યક છે.

3.લક્ષણોની ઓળખ
કિશોરો અને પુખ્તવયના લોકોમાં હતાશા દેખાઇ છે તેના કરતા અલગ અલગ જોવા મળે છે. કિશોર કદાચ ચીડિયું, તામસી કે આક્રમક બની જાય છે. તેઓ અચાનક આવેશમય બની જાય છે પણ પાછળથી સાલસપણું દર્શાવે છે. પરીક્ષામાં નીચો ગ્રેડ, ડ્રગ કે આલ્કોહોલનો દુરુપયોગ, મિત્રો સાથે તકરાર જેવા બનાવથી કિશોરમાં આ પ્રકારનું વર્તન જોવા મળે છે. 

4.ભૂતકાળના પ્રયાસોને ઓળખવા
જો કોઇ કિશોર આત્મહત્યા વિશે વાત કરે  અથવા ભૂતકાળમાં આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોય તો તેના પર કાળજીપૂર્વક ધ્યાન રાખવું આવશ્યક છે. તેની સાથે વાત કરો અને જ્યારે પણ શક્ય હોય ત્યારે તેને ફરીથી હિંમત આપો જેથી કરીને તે આ પ્રકારના વિચારોથી બહાર નીકળી શકે. આ પ્રકારના કિશોરોને ક્યારેય પણ લાંબા સમય સુધી એકલા ના છોડો.

5. ઘરને સલામત બનાવો
જો તમને કોઇ કિશોરની વર્તણુક ચિંતાનું કારણ લાગે તો ઘરમાંથી દવાઓ, દોરડું અથવા ચપ્પુઓ દૂર કરો અને તેઓને પૂરીને રાખો. તમે ઘરમાંથી લોક કરી શકાય તે પ્રકારના લોકનો પણ ઉપયોગ કરી શકો છો.

6.જો ચિંતિત હોય તો તેની સાથે વાત કરો
જો તમારું કિશોર અાત્મહત્યા તરફી વલણ દર્શાવતું હોય તો તેની અવગણના ના કરશો. તેની/તેણી સાથે વાત કરો અને કોઇ સમસ્યા હોય તો તેનો ઉકેલ લાવવામાં તેની મદદ કરો. ઘણીવાર આ પ્રકારની ચર્ચાથી કિશોર સમસ્યા વ્યક્ત કરે છે તેમજ તેમાંથી બહાર આવી શકે છે. તમે કાળજી રાખો છો તેવું દર્શાવો અને શક્ય હોય તે ઉપાય સૂચિત કરો.

7.મનોવિજ્ઞાનીનું પરામર્શ
જો આપનું કિશોર હતાશાના લક્ષણો દર્શાવી રહ્યું હોય તો પરામર્શ માટે તેને વિના સંકોચે મનોવિજ્ઞાની પાસે લઇ જાઓ. તેના દ્વારા સૂચિત કરાયેલી સારવારને સખત રીતે અનુસરો. 

સલામતીનો પ્લાન તૈયાર રાખો
  • હંમેશા ફોન પર અથવા શારીરિક રીતે ઉપલબ્ધ રહો જેથી કરીને કિશોર તમને તાત્કાલીક સંપર્ક કરી શકેચિકિત્સક અથવા ડોક્ટરની સંપર્ક માહિતી તૈયાર રાખો
  • વિવિધ જગ્યા અથવા ઘરની મુલાકાત લઇને સ્થિતિમાં પરિવર્તન લાવવાનો પ્રયત્ન કરો
  • પરિવારજનો તેમજ મિત્રોની મદદ માંગો જેથી કરીને તેઓ સતત સંપર્ક રહે
  • ઘરે શ્વાસોચ્છવાસની કસરત, યોગ, સંગીત, કલા અથવા અન્ય કોઇ શોખને લગતી પ્રવૃત્તિઓ કરીને મનને ખુશ રાખો
  • તાત્કાલીક સારવારની જરૂર પડે ત્યારે નજીકની કોઇ હોસ્પિટલની માહિતી હાથ પર રાખો

No comments:

Post a Comment