Thursday, 9 March 2017

વિદ્યાર્થીનીઓ બોર્ડની ટોપર્સ યાદીમાં પ્રભુત્વ ધરાવતી હોવા છતાં ત્યારબાદ કેમ સારી કારકિર્દી નથી બનાવી શકતી?

જો તમે એક વાતની નોંધ કરી હોય તો છેલ્લા કેટલાક દાયકાથી ગુજરાત બોર્ડ ટોપરની યાદીમાં 50 ટકાથી વધુ છોકરીઓ હોય છે. પુરુષ- મહિલાના પ્રમાણને ધ્યાનમાં રાખતા છોકરાઓની સરખામણીએ ઓછી છોકરીઓ પરીક્ષામાં હાજર રહે છે તે આશ્ચર્યજનક બાબત છે.

ટોચના 10 રેન્કમાં છોકરીઓની સંખ્યાથી આશ્ચર્ય પૂર્ણ નથી થતું પણ માર્ક્સ પણ મહત્વના છે. મોટાભાગે તેઓએ છોકરાઓ કરતા પરીક્ષામાં વધુ માર્ક્સ મેળવ્યા હોય છે તેથી સામાન્યપણે ટોપર્સની યાદીમાં પણ તેઓ ટોપર્સ તરીકે જ જોવા મળે છે.

આ તથ્ય માત્ર 12મા ધોરણના કોમર્સ અને સાઇન્સ બોર્ડ પૂરતું મર્યાદિત નથી પણ 10મા ધોરણના પરિણામોનું પણ આ જ તથ્ય છે. CBSE ટોપર્સમાં પણ આ જ પેર્ટન જોવા મળે છે. વર્ષ 2015 અને 2016માં દેશભરમાંથી છોકરીઓ ટોપર્સ હતી. મહારાષ્ટ્ર અને રાજસ્થાનના રાજ્ય બોર્ડનું પરિણામ પણ દર્શાવે છે કે છોકરીઓએ પરિણામમાં છોકરાઓને પાછળ રાખી દીધા છે.

પરિણામમાં છોકરીઓનું પ્રભુત્વ એટલી હદે છે કે એવરેજ પરફોર્મન્સમાં પણ તેઓ બહેતર પરફોર્મ કરે છે. પરીક્ષામાં ઉપસ્થિત રહેતી છોકરીઓની ટકાવારી એવરેજ પાસ થવાની ટકાવારી કરતા વધારે છે.

અહીં પ્રશ્ન એ છે કે - નિયમસરનું ભણતર પૂર્ણ કર્યા બાદ આ છોકરીઓની પરિસ્થિતિ શું હોય છે? શા માટે તેઓ કાર્યબળમાં બરોબરીના આંકડાઓમાં નથી હોતી અને શા માટે કારકિર્દીમાં ટોપ નથી કરી શકતી?

અનેક રિસર્ચ બાદ એવું તારણ મળ્યું છે કે મહિલાઓને જે કાર્યની તાલીમ અને યોગ્ય કેળવણી આપવામાં આવે તેમાં તેઓ સારું પરફોર્મ કરી શકે છે. સ્કૂલના શૈક્ષણિક સત્ર દરમિયાન છોકરીઓને છોકરાઓ જેટલી જ સુવિધાઓ આપવામાં આવે છે અને ખાસ કરીને એવરેજથી ઉપર હોય તેને પણ સુવિધા અપાતી હોય છે. છોકરીઓને ઘરનું કામ અથવા પરિવારની કાળજીની જવાબદારી સોંપીને તેઓને ભાર નથી અપાતો. જો કે, એક વાર સ્કૂલનું ભણતર પૂર્ણ કર્યા બાદ તેણીને જવાબદાર બનવાનું કહેવામાં આવે છે જેનો અર્થ માતાને ઘરગથ્થુ કાર્યોમાં મદદ કરવી અને રસોઇ શીખવી તેવો થાય છે. ભારતીય સંસ્કૃત્તિ પ્રમાણે મહિલાઓ સંતાન અને ઘરની કાળજી રાખે છે, જ્યારે પુરુષ કામ પર જાય છે અને પૈસા કમાય છે. હકીકતમાં પરીક્ષામાં સારું પરફોર્મ કરવા પાછળનો છોકરીઅોનો હેતુ સારી નોકરી નથી હોતી પણ સારો પતિ મળે તેવો હોય છે.

અહીંયા સમીકરણમાં સમસ્યા એ છે કે દરેક માતાઓનું રેન્કિંગ હોવાથી માતા કેટલી સારી છે તે વિશે આપણે ક્યારેય નથી જાણી શકતા. તેનાથી વિપરિત પુરુષોને નોકરીમાં પગારવધારો મળે છે અને જો તેઓનો પગાર માર્કેટ દરોને અનુરૂપ ના હોય તો નોકરી પણ બદલી શકે છે. બીજી બાજુ મહિલાઓ પ્રેમ અને લાગણી અને હૂંફ આપતી હોવા છતાં એ જ પરિવારમાં કામ કરતા રહેવું પડે છે. કોણ સંતાનને વધુ પ્રેમ કરે છે તેનું રેન્કિંગ હોય તો ચોક્કસપણે મહિલાઓ તે યાદીમાં પ્રભુત્વ ધરાવતી હોત.

તાજેતરમાં 8 માર્ચે યોજાયેલા મહિલા દિવસની જોરશોરથી પ્રચાર સાથે ઉજવણી થઇ હતી. મોટા ભાગની મહિલાઓ મહિલા દિવસ પર શુભેચ્છા મેળવે છે જો કે વર્ષના આ દિવસને બાદ કરતા તેઓનું જીવન હરહંમેશ એ જ રહે છે. ખેદજનક બાબત એ છે કે રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓ મહિલાઓને અનામત, ક્વોટા અને પસંદગીને આધારે પ્રભાવિત કરવાની ઇચ્છા રાખે છે. અહીંયા સમસ્યા ભારતીય સંસ્કૃતિ સાથે છે - જેને આપણે બદલવાની જરૂરિયાત છે. મહિલાઓને ગુણો અને લાયકાતને આધારે મહત્વ આપવામાં આવે તે આવશ્યક છે.

જો મહિલાઓને પણ સમાન ભૂમિકા અને જવાબદારી સોંપવામાં અાવે તો ચોક્કસપણે પુરુષોને પણ પાછળ છોડી દેશે. જો તેઓ તેના જીવનના પહેલા 18 વર્ષમાં છોકરાઓને પાછળ રાખી શકતી હોય તો તે બાબત ચોક્કસ છે કે તેઓ બાકીના 36 વર્ષમાં પુરુષોની બરોબરી તો કરી જ શકે. 

No comments:

Post a Comment