ગુજરાત સરકાર પાસે હાલમાં સ્કૂલમાં ફીના નિયમનને લઇને પ્રસ્તાવ
આવ્યો છે. એવી શક્યતા જણાઇ રહી છે કે વિધાનસભાના આગામી સેશનમાં
આ બિલ રજૂ થઇ જશે. આ બિલથી સ્કૂલમાં ફીનું નિયમન થશે. ચાલો આપણે જોઇએ કે ફી પર નિયમન એ આર્થિક દૃષ્ટિએ યથા યોગ્ય નિર્ણય કહી શકાય
કે નહીં.
એવી ધારણા છે કે બિલમાં એક નિશ્વિત રકમ દર્શાવી હશે અને સ્કૂલોએ
શા માટે તેઓ નિશ્વિત રકમ કરતા વધુ ફી ઉઘરાવી રહી છે તેનો ખુલાસો કરવો પડશે. જ્યારે કેટલાક લોકો માની રહ્યા છે કે આ પ્રકારની
કોઇ નિશ્વિત રકમ નક્કી કરવામાં નહીં આવે પણ પ્રત્યેક સ્કૂલમાં એક સમિતિની સ્થાપના કરવામાં
અાવશે તેમજ દરેક સ્કૂલની એ સમિતિ દ્વારા ફીનું માળખુ નક્કી કરવામાં આવશે. જો કે, નિયમન અંગેની ચોક્કસ માહિતી આપણી પાસે ઉપલબ્ધ નથી.
અનેક સ્કૂલો અને કોલેજમાં ભણાવાતા અર્થશાસ્ત્રના વિષયમાં
માર્કેટનો પાઠ હોય છે. માલસામાન અને સેવાની કિંમત માર્કેટ દ્વારા નક્કી કરવામાં આવે છે તથા ટક્કર પ્રતિસ્પર્ધામાં
માર્કેટમાં કિંમત યથા યોગ્ય હોય છે કે વેચાણકારોને ખોટ ના જાય અને ગ્રાહકોને વસ્તુની
ચૂકવણીની સામે વધુ વેલ્યુ મળે. ઉદાહરણ તરીકે, XYZ સ્કૂલ રૂ.1 લાખની ફીની વસુલાત કરે છે જ્યારે તેનો સ્કૂલ ચલાવવાનો ખર્ચ રૂ.50,000 છે, અર્થશાસ્ત્રી માને છે કે આ સ્થિતિમાં કોઇ નવી
ABC સ્કૂલ તેની બાજુમાં શરૂ થશે અને ત્યારબાદ XYZને ફીમાં ઘટાડો કરવાની ફરજ પડશે અથવા તેઓની બેઠકો
ખાલી રહેશે. જો માતાપિતાને ABC સ્કૂલ પસંદ ના આવે તો તેઓ XYZ સ્કૂલમાં બાળકોને પ્રવેશ અપાવવા લાઇનમાં પણ ઊભા
રહેવા તૈયાર થઇ જશે. આ સ્થિતિમાં ABC સ્કૂલે તેની સેવામાં સુધારો કરવો પડશે અથવા બેઠકો ખાલી રહેશે.
કોઇપણ પ્રકારની સરકારી નિયમન માર્કેટમાં અંતરાય બનશે અને
એવી સ્થિતિનું સર્જન કરશે જ્યાં ABC સ્કૂલ નહીં આવે અને માતાપિતાએ ફરજીયાતપણે તેઓના બાળકોને માત્ર XYZ સ્કૂલમાં પ્રવેશ અપાવવો પડશે. નિયમનને આધારે XYZની ફીમાં વધારો કે ઘટાડો થઇ શકે છે, જો કે સતત સુધારાની જરૂરિયાત ચોક્કસપણે ઓછી થશે.
અર્થશાસ્ત્રમાં બીજો ખ્યાલ છે અવેજીકરણનો. ધારો કે આપ તરસ્યા છો અને ભર ઉનાળાની બપોરે શરીરમાં
ઉર્જાની કમી અનુભવી રહ્યા છો. આપ વિચારશો કે લિંબ પાણી પીવું કે છાશ, તે સમાન કિંમતમાં ઉપલબ્ધ હશે તેવું ધારીને તમે તે ખરીદવા માટે વિક્રેતા પાસે
જાવ છો. જો કે, જ્યાં તેનું ઉત્પાદન થાય છે ત્યાં આજુબાજુ કેટલીક માખીઓને કારણે તમે થમ્બ્સ
અપ કે પેપ્સી પીવાનું પસંદ કરો છો - કે જેની કિંમત પણ સરખી છે, સ્વાસ્થ્યપ્રદ છે અને ઠંડી પણ છે. દરેક ઠંડા પીણાની કિંમત સરખી હોવા છતાં તમારે શું પીવું છે તેનો નિર્ણય લેવા
માટે તમે કિંમત કરતા અન્ય પરિબળો પર ધ્યાન આપ્યું. તેથી જ્યારે સરકાર ચર્ચા કરી રહી છે કે લિંબુ પાણી કે સ્કૂલે
શું ફી વસૂલ કરવી જોઇએ ત્યારે ગ્રાહક ચકાસણી કરી રહ્યો હશે કે તેના બાળકો કોલેજમાં
પ્રવેશ મેળવવા માટે ક્યાં ક્લાસની પસંદગી કરશે અથવા ખૂબ ઊંચી કિંમતે થ્મબ્સ અપની ખરીદી
કરશે.
એક દેશ તરીકે આપણે એ સમજવાની તાતી જરૂરિયાત છે કે ભૂતકાળમાં
સેવાક્ષેત્રમાં લાગુ કરેલી કિંમત નિયમનની પદ્વતિ સદંતરે નિષ્ફળ નિવડી છે. બે સેવાની ક્યારેય સરખામણી ના કરી શકાય અને ફી
નક્કી કરવામાં વ્યક્તિગતતાની જરૂરિયાત રહે છે. જો સ્થાપિત કરવામાં આવે તો સ્કૂલને નવા માતાપિતા મળે છે જે કોઇપણ પ્રકારની મજબૂરી
વગર પ્રવેશ ફી અને વાર્ષિક ફી ચૂકવવા માટે તૈયાર રહે છે, પણ સ્કૂલ સારું પરફોર્મ કરી રહી છે તે જાણવું
લિટમસ ટેસ્ટ સમાન છે. જો સ્કૂલમાં બેઠકો ખાલી રહેશે તો સ્કૂલના પ્રમોટરે સહન કરવાનો વારો આવશે અથવા
જો તે સ્કૂલમાં પ્રવેશ માટે લાંબી લાઇન હશે તો ચોક્કસપણે સ્કૂલ સારી કામગીરી કરતી હશે.
No comments:
Post a Comment