ભારત અનેક વિવિધતા
ધરાવતો દેશ છે. અહીં માત્ર ભાષામાં જ નહીં
સ્કૂલ બોર્ડમાં પણ વિવિધતા જોવા મળે છે. ભારતમાં 30 સ્કૂલ બોર્ડ છે જેમા મોટા
ભાગના બોર્ડ પ્રદેશ અને રાજ્ય આધારિત હોય છે. જો કે અસમંજસ એ છે કે અહીં ત્રણ આંતરરાષ્ટ્રીય
બોર્ડ, 2 રાષ્ટ્રીય બોર્ડ અને પછી મહાત્મા ગાંધીએ જાહેર કરેલી બુનિયાદી (મુખ્ય) સિસ્ટમ
પ્રવર્તે છે.
નોંધનીય છે કે
વિવિધ બોર્ડને એક સિંગલ પ્લેટફોર્મ પર લાવવા માટે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્કની (રાષ્ટ્રીય
અભ્યાસક્રમ માળખુ) સ્થાપના કરવામાં આવી. તેની જાહેરાત વર્ષ 1975, 1988, 2000 તથા તાજેતરમાં
વર્ષ 2005મા કરવામાં આવી છે. આ માળખામાં પ્રાથમિક રીતે અભ્યાસક્રમ વિશે દર્શાવાયુ છે
કે જેના આધાર પર પ્રત્યેક બોર્ડે તેના પાઠ્યપુસ્તકનુ નિમાર્ણ કરવાનુ રહે છે.
જો કે કમનસીબે
11 વર્ષ પછી પણ ગુજરાત બોર્ડના પાઠ્યપુસ્તકોમાં આ માળખાનુ પાલન નથી થઇ રહ્યું. ચાલો
જોઇએ કે આ માળખાના અમલીકરણમાં શા માટે વિલંબ થઇ રહ્યો છે.
2+2 એટલે 4. બોર્ડને
લક્ષમાં લીધા વિના તમારુ સંતાન જે સમીકરણમાં ભણતર લઇ રહ્યું છે તેમા કોઇ પરિવર્તન નહીં
થાય. જટિલ બીજગણિતનુ સમીકરણ (a+ib) +(c+id)=(a+c) +i(b+d) પણ સાચુ છે અને જે બોર્ડ પસંદ કરો છો તે મુજબ યોગ્ય
છે. એકમાત્ર તફાવત એ છે કે જ્યારે આપ આ સમીકરણ ભણો છો ત્યારે તેમા કેટલી જટિલતા છે
તે જોવુ પડે.
આશ્રર્યજનક બાબત
એ છે કે બુદ્દિશાળી લોકો ધરાવતા આ દેશમાં વિદ્યાર્થીઓએ ક્યા સમયે શુ ભણવુ જોઇએ એ મુદ્દે
કોઇ સર્વાનુમતિ નથી જોવા મળતી. તેમા એટલો તફાવત જોવા મળે છે કે વિદ્યાર્થીઓએ મેડિકલ
કોર્સમાં પ્રવેશ મેળવવા માટે પણ અલગ અલગ પરીક્ષામાથી પસાર થવુ પડે છે. 15 ટકા સીટ
AIPMT ના વિદ્યાર્થીઓ માટે જ્યારે 85 ટકા સીટ GujCETના વિદ્યાર્થીઓ માટે હોય છે. સ્પષ્ટરૂપે
MBBSનુ પહેલા વર્ષનુ પેપર સમાન હતુ એટલે પ્રવેશ પરીક્ષા પણ સમાન હોવી જોઇતી હતી પણ
જ્યારે સુપ્રીમ કોર્ટે કોમન એન્ટ્રાન્સ ટેસ્ટ અમલી (CET) કરવાનો નિર્ણય આપ્યો ત્યારે
તેનો દેશભરમાં વિરોધ થયો હતો અને જીએસટી બિલ પાસ કરવા કરતા પણ વધારે રાજકીય સંડોવણી
જોવા મળી હતી.
ગત સપ્તાહે ગુજરાતના
શિક્ષણ મંત્રીએ 11મા અને 12માની સેમેસ્ટર સિસ્ટમ
રદ કરી હતી અને ગુજરાતી બોર્ડના પાઠ્યપુસ્તકોને ગુજરાતીમાં ભાષાંતર કરાયેલા CBSEના
પાઠ્યપુસ્તકો સાથે બદલવા અંગેના નિર્ણય પર ચર્ચા વિચારણા થઇ રહી છે. આ પણ એક ટૂંકી
દષ્ટિવાળો નિર્ણય છે. અે સમય સુધી વિદ્યાર્થીઓને વિવિધ બોર્ડમા શિક્ષણ અપાશે અને ત્યારબાદ
અચાનક ધોરણ 11થી તેઓને અલગ જ અભ્યાસક્રમમાં ધકેલી દેવામાં આવશે.
વ્યક્તિગત રીતે
હુ માનુ છુ કે જો NCF વિદ્યાર્થીઓ માટે સારુ માળખુ છે અને જે વિદ્યાર્થીઓ CA, MBA,
MBBS, BE વગેરે જેવા પ્રોફેશનલ કોર્સ કરવામા રસ ધરાવતા હોય તો તેઓ માટે શરૂઆતથી જ
NCFનુ માળખુ લાગુ કરવુ જોઇએ. જો કે દેશભરમાં જાણ્યા-વિચાર્યા વિના NCFનુ અમલીકરણ કરવુ
એ પણ મોટુ જોખમ સાબિત થઇ શકે છે.
ગુજરાતના RTO
વિભાગના નિયમ મુજબ ટ્રાન્સપોર્ટ વાહનના ડ્રાઇવર બનવા માટે વ્યક્તિ ધોરણ 8 સુધી ભણેલો
હોય તે આવશ્યક છે. હવે જ્યારે આપણે વિદ્યાર્થીઓને એન્જિનિયર્સ અને ડોકટર્સ બનાવવા માટે
અભ્યાસક્રમને વધુ જટિલ બનાવી રહ્યા છીએ ત્યારે વિશ્વના મોટા ભાગના દેશમાં ધો.8 પહેલા
જ અભ્યાસ છોડી દેનાર વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે. તેનુ આંકલન ગ્રોસ એનરોલમેન્ટ
રેશિયો (GER) મારફત કરવામાં આવે છે. ભારતમાં પ્રાથમિક શાળાઓમાં GER 92 ટકા છે જો કે
માધ્યમિક શાળાઓમાં આ ટકાવારી 50 ટકા કરતા પણ નીચે છે. તેના માટે કેટલાક પરિબળો કારણભુત
છે જેમાં ગ્રામીણ શાળાઓમાં છોકરીઓ માટે અલગ શૌચાલયનો સંદતર અભાવ પણ એક કારણ છે. જો
કે અભ્યાસક્રમમા જટિલતા એ માધ્યમિક શાળાથી જ વિદ્યાર્થીઓનુ અભ્યાસ છોડવા પાછળનુ મુખ્ય
પરિબળ તથા કારણ છે.
ડ્રાઇવર, રસૌયા,
પ્લમ્બર બનવા માગતા વિદ્યાર્થીએને એન્જિનિયર કે ડોક્ટર બનવા માગતા વિદ્યાર્થીઓની જેમ
સમાન અભ્યાસક્રમની કોઇ જરૂરીયાત નથી. તે ઉપરાંત આપણે તે હકીકતને ધ્યાનમાં રાખવી જરૂરી
છે કે સ્કુલે જતા વિદ્યાર્થીઓને તેના માતા-પિતાની મદદ જોઇતી હોય છે. જો ભારતમાં 25
ટકા લોકો અભણ છે તો પછી આ પ્રકારના માતા-પિતાને મદદ કેવી રીતે મળશે ? આ પરીસ્થિતિમાં
તેના સંતાનને ભણાવી ના શકતા ટ્યુશન ક્લાસમાં મોકલે છે જેનાથી શેક્ષણિક ખર્ચમાં પણ વધારો
થાય છે.
તેથી મારા નમ્ર મંતવ્ય
તરીકે અભ્યાસક્રમના બે માળખા હોવા જરૂરી છે. એક
માળખુ ધો.12 પાસ કરીને સ્નાતકની ડીગ્રી
હાંસલ કરવા માગતા વિદ્યાર્થીઓ માટે અને પ્રોફેશનલ કોર્સ કરવા માગતા વિદ્યાર્થીઓ માટે
એક માળખુ હોવુ જરૂરી બને છે. ટૂંકમાં
હાલમાં તો રીજનલ અને સેન્ટ્રલ એમ નામ માત્રના બોર્ડ જોવા મળી રહ્યા છે.
No comments:
Post a Comment