દેશના અર્થતંત્રમાં
સુધારા માટે સ્કૂલને મહત્વનો પાયો ગણવામાં આવે છે. તેઓએ વિદ્યાર્થીઓને વિકાસ સાથે શૈક્ષણિક જરૂરીયાત ધરાવતી
નોકરી કરવા માટે શીખવવું જોઇએ. આ નોકરીમાં સારો પગાર મળે છે અને તેનાથી દેશના અર્થતંત્રની વૃદ્વિ થાય છે. જો કે સરકાર ક્યારેય પણ સ્કૂલના
જ અર્થતંત્ર વિશે ચિંતિત નથી જણાતી. સ્કૂલના તેના નાણાકીય દ્રષ્ટિકોણથી આગામી પાંચ વર્ષોનું ભવિષ્ય કેવું હશે:
- પ્રત્યેક શિક્ષકોના પગારમાં વધારો: સાતમાં પગારપંચના અમલીકરણથી દેશના શિક્ષકોનો પગાર 20 ટકાથી વધીને 35 ટકા સુધી થઇ જશે જેનાથી પ્રત્યેક શિક્ષકોના પગારમાં વધારો થશે. જ્યાં સુધી નવા પગારપંચનું નિમાર્ણ ના થાય ત્યાં સુધી વાર્ષિક 13 ટકાના દરે પગારવધારો થશે. એનો અર્થ એ થયો કે એ જ સમય માટે અને એ જ કામ માટે શિક્ષકોને વધારે પગારની ચૂકવણી કરવામાં આવશે. શિક્ષકોની ગુણવત્તામાં કોઇ સુધારો નહીં જોવા મળે પણ માત્ર પગારવધારો થશે. શિક્ષકોનો જીનવ નિર્વાહ ખર્ચમાં વધારો થયો છે અને તેથી પગારમાં વધારો બરોબર છે પણ આપણે અહીં એ વિષય પર ચર્ચા નથી કરી રહ્યા.
- કુલ કર્મચારીઓની સંખ્યામાં વધારો: છેલ્લા કેટલાક વર્ષોથી સીબીએસઇ નવા શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફની ભરતીનો આદેશ કરી રહી છે. ઉદાહરણ તરીકે કાઉન્સેલર, ખાસ અધ્યાપક, આત્મસંરક્ષણ શિક્ષક અને બીજી અનેક જગ્યાઓ સીબીએસઇ દ્વારા નિર્ધારિત કરવામાં આવી છે. તેનાથી એકંદરે પગારખર્ચમાં વધારો થાય છે.
- આરટીઇ વિદ્યાર્થીઓ માટે 25 ટકા બેઠકો અનામત: ગરીબ વિદ્યાર્થીઓને ફરજીયાત રીતે મફતમાં શિક્ષણ આપવામાં આવે છે. સરકાર બાળક માટે માત્ર લઘુત્તમ ખર્ચની ભરપાઇ કરશે. તેનાથી સ્કૂલોના ફી એકત્રીકરણમાં 25 ટકાનો ઘટાડો થતા સ્કૂલ પર આર્થિક ભારણ વધે છે. હાલમાં બાળકોની સંખ્યા 25 ટકા સુધી નથી પહોંચી જો કે આગામી પાંચ વર્ષમાં 25 ટકા સુધી સંખ્યા થઇ જશે.
- શિક્ષકોને નિયમીતપણે તાલીમની જરૂરીયાતઃ વૈશ્વિક સ્તરે શૈક્ષણિક ક્ષેત્ર ઝડપી ગતિએ હરળફાળ ભરી રહ્યું છે ત્યારે તેની સાથે કદમ મિલાવવા માટે શિક્ષકોને નિયમીતપણે તાલીમ અપાય તે ખૂબ જરૂરી છે. વિદ્યાર્થીઓને વધુ ઝડપી ગતિએ શ્રેષ્ઠ શિક્ષણ આપવા માટે અનેક નવી ટેકનિક જોવા મળે છે. આ ટેકનિક શિક્ષકોને શીખવવામાં આવે તે આવશ્યક છે. તેના માટે વધુ પ્રમાણમાં નાણાંની જરૂરીયાત રહે છે. એક અંદાજ મુજબ શિક્ષકોને તાલિમ આપવા માટે સ્કૂલોએ શિક્ષકોના પગારની 10 ટકા રકમ સ્કૂલના બજેટમાં રાખવી પડે છે.
- ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ગુણવત્તામાં સુધારો અાવશ્યક: સ્કૂલની બિલ્ડીંગ તેમજ ટેક્નોલોજીમાં નિયમીતપણે સુધારાની સાથે સાથે તેને જાળવી રાખવામાં આવે તે જરૂરી છે. પાંચ વર્ષ અગાઉ સ્કૂલોમાં સીસીટીવી કેમેરા ફરજિયાત ન હતા પણ આજે સ્કૂલમાં સીસીટીવી કેમેરા ફરજિયાત છે. આ તો માત્ર એક ઉદાહરણ છે કે સ્કૂલોએ ક્યાં રોકાણ કરવાની જરૂરીયાત છે.
- માતાપિતાની સ્કૂલ પાસેથી અપેક્ષામાં સતત વધારો: સીબીએસઇ દ્વારા વિદ્યાર્થીઓ માટે ફરજિયાત કરાયેલા અભ્યાસ ઉપરાંત સ્કૂલો તેના બાળકોને વધુ વસ્તુ શીખવે તેવી અપેક્ષા આજના માતાપિતા રાખે છે. સ્કૂલોએ રીતભાત, અંગ્રેજીમાં બોલવું (સ્પોકન ઇગ્લિંશ) અને બીજી અનેક વસ્તુ શીખવવી જોઇએ. દરેક વસ્તુમાં નાણાં જરૂરી નથી પણ મહત્વની વસ્તુઓની પાછળ ખર્ચ તો કરવો જ પડે છે.
- ફીમાં 10 ટકા સુધીનો મર્યાદિત વધારો: અા જ માતાપિતા પાસેથી સ્કૂલો ફીમાં 10 ટકા સુધી વધારો વસૂલી શકે છે. તેથી વાર્ષિક સ્તરે જ્યારે સ્કૂલના ખર્ચમાં 20 ટકાથી પણ વધુ વધારો થાય છે ત્યારે તેની સામે સ્કૂલની આવકમાં તો માત્ર 10 ટકાનો જ વધારો થાય છે. - તેની શું અસર જોવા મળે?
જ્યાં સુધી સરકાર
સ્વનિર્ભર સ્કૂલો પ્રત્યેનો તેનો અભિગમ નહીં બદલે ત્યાં સુધી ચોક્કસ છે કે આગામી પાંચ
વર્ષોમાં પ્રાઇવેટ સ્કૂલને સહન કરવાનો વારો આવશે અને તેઅોની ગુણવત્તા પણ સરકારી સ્કૂલો
જેવી જ જોવા મળશે. તેનાથી ભારતીય અર્થતંત્ર પર લાંબા ગાળા માટે અસર જોવા મળશે અને ભારત આર્થિક
દ્રષ્ટિએ 15 વર્ષ પાછળ ધકેલાઇ
જશે.
No comments:
Post a Comment