Tuesday, 10 January 2017

શા માટે માતા-પિતા માત્ર નાણાકીય કારણોસર જ વિરોધ કરે છે ?

પ્રત્યેક વર્ષે માતા-પિતાનો વિરોધ અને અખબારોમાં સ્કૂલના નામના સમાચારો સામાન્ય થઈ ગયા છે. સામાન્ય રીતે આ સમાચારોની મૂળ વાત એક જ છે કે સ્કૂલે ફી વધારી અને માતા-પિતાઓ એક જૂથ બનાવે છે અને તેનો વિરોધ કરવાનો નિર્ણય કરે છે. વર્ષો વર્ષ મેં નિરિક્ષણ કર્યું છે કે આ જ પ્રકારના સમાચારોનું પુનરાવર્તન થઈ રહ્યું છે.

માતા-પિતાઓએ હકીકતમાં ફીના બદલે તેમના બાળકોના ભવિષ્ય અને તેના ભણતરના પરીણામો પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ. મીઠા અથવા ખાંડ કરતાં વિપરીત સ્કૂલોના અભ્યાસને વજનના માપદંડથી માપી શકાય નહીં. માતા-પિતાઓએ ચોક્કસ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

  • જે-તે ધોરણનો અભ્યાસક્રમ પૂરો થયો છે ? જો તમે કોઈ ઓપરેશન (શસ્ત્રક્રિયા) માટે ડૉક્ટર પાસે જાવ અને ડૉક્ટર ઓપરેશન કરે, પરંતુ ટાંકા ન લે તો શું દર્દી બચી શકશે ? અભ્યાસક્રમ પૂરો ન થવો એ આ જ પ્રકારની સમસ્યા છે. 90 ટકા ફી ચાર્જ કરીને 90 ટકા અભ્યાસક્રમ પૂરો કરવાથી લાંબાગાળે વિદ્યાર્થીઓને કોઈ મદદ નહીં મળે.  
  • શું શિક્ષકો પુસ્તકો તપાસે છે ? શિક્ષકોએ બાળકોનું હોમવર્ક અને ક્લાસવર્ક ચકાવું જ જોઈએ. જોકે, અનેક શિક્ષકો આ કામ કરતા નથી. આ માતા-પિતાઓ ઘરેબેઠા સરળતાથી આ બાબતની તપાસ કરી શકે છે. કેટલીક વખત ખોટા જવાબો આપવામાં આવે છે, તેથી બાળકને ખબર નથી પડતી કે તે ખોટું સમજી રહ્યો છે. 
  • શું પ્રશ્નપત્ર બનાવવું ખૂબ જ સરળ છે ? એક શિક્ષક જાણે છે કે વિદ્યાર્થીઓ ચોક્કસ ટોપીક સમજી શકતા નથી. તેથી વધારાનો સમય લેવાના અને આ ટોપીક તેમને શીખવાડવાના બદલે તેઓ પરીક્ષામાં આ ટોપીક અંગે પ્રશ્નો પૂછવાનું ટાળે છે અથવા તેમાંથી સરળ પ્રશ્નો પૂછે છે. 
  •  શું શિક્ષકો પરીક્ષામાં બાળકોને છૂટથી માર્ક્સ આપે છે ? માતા-પિતા તેમના બાળકોને સારા ગ્રેડ્સ મળે ત્યારે ખુશ થઈ જાય છે. તેથી શિક્ષકો અનેક વખત વિદ્યાર્થીઓએ તેમની મહેનતથી મેળવ્યા હોય તેના કરતાં વધારે માર્ક્સ તેમને આપે છે. કેટલીક વખત આ બાબત પ્રોત્સાહનજનક બને છે જ્યારે કેટલીક વખત તેમ નથી બનતું.
  •  બાળકોને હોમવર્ક મળે છે તેની ખાતરી કરો ! માતા-પિતા અખબારોમાં આવાત ફીના સમાચારો વાંચી વિરોધ કરે છે, પરંતુ તેઓ તેમના બાળકોના હોમવર્ક પણ તપાસતા નથી એ કોઈ સમાચાર નથી. મોટાભાગના માતા-પિતાઓ માત્ર પરિક્ષા નજીક આવે ત્યારે જ તેમના સંતાનોના અભ્યાસ અંગે ચિંતા વ્યક્ત કરે છે. અન્યથા તેમને તે સમયસર ક્લાસવર્ક / હોમવર્ક પૂરું કરે છે કે કેમ તેની કોઈ ચિંતા નથી હોતી.
  •  જે વિષયોમાં કોઈ પરીક્ષા નથી હોતી તેમાં બાળકો કશું શીખે છે ? જેમ કે, પીઈ, આર્ટ્સ એન્ડ ક્રાફ્ટ, મ્યુઝીક જેવા વિષયોમાં કોઈ માર્ક્સ કે પરીક્ષા હોતી નથી. બાળકો તેમાં શું શીખે છે ? તે બાળકો માટે સમયનો બગાડ છે.
  •  એક સપ્તાહમાં બાળકને કેટલીક વખત મફત પીરીયડ મળતા હોય તો સ્કૂલ તેનું કામ સારી રીતે કરતી નથી. શું માતા-પિતાઓને એ હકીકત અંગે કોઈ ચિંતા છે કે સ્કૂલ બાળકો માટે તેના શિક્ષકોનું સંચાલન સારી રીતે કરવા સક્ષમ નથી ?
  •  બાળકોના મિત્રો સારા છે ? બાળકો ખોટી સોબતમાં હોય તો તેમના અભ્યાસ પર ખરાબ અસર પડે છે. બાળકના અભ્યાસ માટે શિક્ષકો જેટલા જવાબદાર છે તેટલા જ તેના મિત્રો પણ જવાબદાર છે. માતા-પિતાઓએ તેમના બાળકો કેવા પ્રકારના મિત્રો સાથે તેમનો સમય પસાર કરે છે તે અંગે જાગૃત રહેવું જોઈએ.
  •  શું સ્કૂલના શૌચાલયો - ટોઈલેટ્સ ઉપયોગમાં લઈ શકાય તેવી સ્થિતિમાં છે ? સ્કૂલની સુવિધાઓ પણ તેના કર્મચારીઓ જેટલી સારી હોવી જોઈએ. માતા-પિતાઓએ આવી નાની નાની બાબતો અંગે પણ સાવધ રહેવું જોઈએ, કારણ કે વિદ્યાર્થીને સ્કૂલના શૌચાલયો - ટોઈલેટ્સથી વિવિધ ફોબિયા થઈ શકે છે. અનેક બાળકો સ્કૂલના ટોઈલેટ્સનો ઉપયોગ કરવાનું ટાળે છે અને પરીણામે તેઓ વિવિધ સમસ્યાઓનો ભોગ બને છે.


માતા-પિતાઓએ સ્કૂલ કેટલી ફી વસૂલે છે તેના બદલે તેમના બાળકોના વિકાસ પર તેમની ઊર્જા કેન્દ્રીત કરવી જોઈએ. આ રીતે માતા-પિતાઓ તેમના બાળક માટે ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકશે.

No comments:

Post a Comment