અતિપ્રાચીન સમયથી શિક્ષકની
નોકરી આદરણીય નોકરી
છે.
જ્યારે આપણે કોઇ
વ્યક્તિ શિક્ષક છે
તેવુ સાંભળીએ ત્યારે
તેના પ્રત્યે માન
થાય.
પ્રાચીન સમયમાં ગુરૂ
રાજા કરતા પણ
ઉચ્ચ સ્તર ધરાવતા
હતા અને મહત્વના
નિર્ણયો લેવામા પણ
તેની સંમતિ લેવામા
આવતી હતી. વર્તમાન
સમયમાં પણ શિક્ષકોને
આદરણીય માનવામાં આવતા
હોવા છતાં આદરભાવનુ
સ્તર ક્યાંક ઘટ્યું
છે અને જેના
માટે તે લાયક
છે તે આદર-માન
નથી મેળવી રહ્યા.
શિક્ષકો તેના સમકાલીન
લોકો જેટલા જ
લાયક હોવા છતાં
તેઓને માનપાન નથી
મળતું. એવુ જોવા
મળ્યું છે કે
જે શિક્ષકો આ
નોકરી પસંદ કરે
છે તેઓ આ
તફાવતને ધ્યાનમા નથી
લેતા. પણ તેઓ
માન અને નોકરીમાં
સંતોષ મળે તેવુ
ઇચ્છે છે. પરિણામ
અને વર્તનમાં પરિવર્તનની
દૃષ્ટિએ એવી અન્ય
કોઇ નોકરી નથી
કે જે તરત
જ આનંદ અને
સંતોષ આપે. દર
વર્ષે શિક્ષકો અનેક
વિદ્યાર્થીઓમાં શિક્ષણનું સિંચન
કરે છે અને
તેઓના વિકાસને આકાર
આપે છે અને
વિદ્યાર્થી પર તેનો
પ્રભાવ કે અસર
જીવનભર જોવા મળે
છે.
સ્કૂલનુ દરેક નવુ
વર્ષ તેઓ માટે
પડકાર હોય છે
અને જો વિદ્યાર્થી
વર્ગમાં સારુ પ્રદર્શન
કરે તો તેઓને
વળતર મળ્યુ હોય
તેવુ અનુભવે છે.
વર્તમાન સમયમાં વધુ
પડતી માગ કરતા
માતા-પિતા શિક્ષણમાં
વિપત્તિ બન્યા છે.
મોટા ભાગની સ્કૂલમાં
માતાપિતા-શિક્ષક વચ્ચેની
ચર્ચા કે વાર્તાલાપની
નીતિ સ્પષ્ટ હોવા
છતાં માતાપિતા તેને
શિક્ષકની ટીકા અને
તેઓ પર સવાલ
ઉઠાવવાનુ માધ્યમ ગણે
છે.
માતાપિતા સ્કૂલમાં વધુ
ફી ચુકવતા હોવાથી
પણ અપેક્ષાનુ સ્તર
વધ્યુ છે. ઉદાસીનતાપૂર્વક માતાપિતા તેના
બાળકોની સામે તેઓનુ
નકારાત્મક મંતવ્ય આપે
છે.
તેથી બાળકો તો
બાળકો જ હોવાથી
માતાપિતા જ સાચા
હોય છે તેવુ
વિચારે છે અને
તેના શિક્ષકો પ્રત્યે
અનાદરયુક્ત બને છે.
માતાપિતા તેના બાળકોને
શિક્ષકો વિશે શુ
કહે છે તેની
ખાસ કાળજી રાખવી
જોઇએ અને શિક્ષકોને
માન આપવુ જોઇએ
જેથી કરીને બાળકો
પણ તેના શિક્ષકોને
એટલુ જ માન
આપે.
સતત થતી ટીકાને
કારણે પ્રેરણાનુ સ્તર
ઘટે છે અને
શિક્ષકો સામાન્ય બની
જાય છે. તેની
બદલે જો સકારાત્મક
શબ્દોથી તેઓને પ્રોત્સાહિત
કરવામા આવે તો
તેઓને વધુ સારુ
કામ કરવા માટે
પ્રેરણા મળશે. સકારાત્મક
પ્રેરણા આપવાથી સકારાત્મક
પરિણામ મળે છે.
જો માતાપિતા શિક્ષકોને
વધુ આદરભાવ આપે
અને શીખવવાના પ્રયત્નની
પ્રંશસા કરે તો
શિક્ષકો પણ વધુ
શીખવવા માટે તૈયાર
થશે અને અંતે
તેનાથી બાળકોને ફાયદો
મળશે.
શિક્ષકોની વધુ કદર
થાય અને તેઓ
પ્રત્યે આદર વધે
તે માટે સરકારે
તેઓને ખાસ વિશેષાધિકાર
આપવો જોઇએ. તેની
એક પદ્વતિ કે
વિશેષાધિકાર તરીકે તેઓને
વિશેષ નોંધણી નંબર
આપવો જોઇએ કે
જેનો ઉપયોગ શિક્ષકો
ઓનલાઇન ખરીદી, રેસ્ટોરન્ટ
બિલ,
મેડિકલ બિલ અને
અન્ય બિલની ચુકવણી
માટે કરી શકે.
આ ઉપરાંત ફ્લાઇટની
ટિકિટ કે રજા
પર તેઓને ખાસ
ડિસકાઉન્ટ પણ આપી
શકાય. ખાસ શૈક્ષણિક
લોન માટે શિક્ષકોને
પ્રોત્સાહિત કરી શકાય
જેથી વધુ સારી
રીતે તાલિમ લઇ
શકે.
શિક્ષકના પ્રોફેશનને એટલુ
આકર્ષક બનાવવુ જોઇએ
કે લોકો શિક્ષક
બનવાનુ લક્ષ્યાંક રાખે.
માત્ર પગાર મુખ્ય
પરિબળ નહીં હોય
પણ અન્ય લાભની
સાથે માન-આદર
સૌથી મહત્વની ભેટ
હશે.
માતાપિતા દ્વારા પ્રશંષાપાત્ર
બનેલા અને વિદ્યાર્થીઓ
તરફથી આદર મેળવતા
શિક્ષકો તેની સમગ્ર
શીખવવાની-ભણાવવાની પદ્વતિને
વધુ સુધારવા માટે
પ્રયત્ન કરશે.
No comments:
Post a Comment