આપણે અનેકવાર સ્કૂલોએ
વાલીઓને હોબાળો કરતા જોયા હશે અને મોટાભાગે તેનું કારણ સ્કૂલ ફીમાં વધારાનો વિરોધ હોય
છે.
વિદ્યાર્થીઓના માતાપિતા
કલાકો સુધી બેસીને ફી વધારો પાછો ખેંચવાની માગ કરતા જોવા મળે છે. સ્કૂલ મેનેજમેન્ટ વાલીઓને
શાંત પાડવાના પ્રયાસો કરે છે અને ક્યારેક સરકારની દખલગીરી પણ જરૂરી બને છે. આ સ્થિતિ ખૂબજ ખરાબ છે અને
દરેક સ્કૂલોએ એક વખત તો આ સ્થિતિનો સામનો કરવો જ પડે છે.
હાલના માતાપિતા ફી
વધારાનો વિરોધ કરે છે પણ પહેલે જ વધુ ફી વસૂલતી નવી સ્કૂલોનું શું? આ નવી સ્કૂલો વિરુદ્વ કોઇપણ
વિરોધ નથી થતો અને વિકલ્પોના અભાવે માતાપિતાએ ફરજીયાત રીતે આ પ્રકારની સ્કૂલોને પંસંદ
કરવી પડે છે.
આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે આપણે કેવા પગલા લઇ શકીએ?
દેશમાં આવેલી ટેલિકોમ
ક્રાંતિ પરથી જાણીએ. 20 વર્ષ પહેલા દેશમાં ટેલિકોમ સેક્ટરનું દૃશ્ય કરુણાજનક હતું. એ સમયે વપરાશ માત્ર 8 ટકા હતો જેની સામે કોમ્યુનિકેશનનો
ખર્ચ ખૂબજ વધારે હતો. સરકાર ટેલિફોન લાઇનની સેવા પૂરી પાડતી હતી અને લાઇનમાં હંમેશા વેઇટિંગ હતું
કે જેમાં વિપેક્ષ આવતો અને મોટા ભાગે ડેડ કોલ થઇ જતા. જો કે આ જે પરિવર્તન આવ્યું
છે અને વપરાશ 86 ટકા છે અને પ્રવર્તમાન
સમયમાં દેશમાં સૌથી સસ્તા દર છે. દેશના શૈક્ષણિક ક્ષેત્રની પણ આ જ સ્થિતિ છે. અંગ્રેજી માધ્યમની સ્કૂલોની સંખ્યા ઓછી છે અને ફી ખૂબ જ વધારે
છે.
પ્રવેશ મેળવવા માટે
સામાન્ય વ્યક્તિએ લાઇનમાં ઉભા રહેવું પડે છે અથવા ખૂબ જ ઊંચી ફી ચૂકવવા માટે તૈયાર
રહેવું પડે છે.
તો શું દેશની ટેલિકોમ
ઇન્ડસ્ટ્રીઝને બદલનાર નિર્ણયો શૈક્ષણિક ક્ષેત્રમાં લાગું કરી શકાય? શું રૂ.16 પ્રતિ મિનિટના કોલને લાઇફટાઇમ
ફ્રી વોઇસ કોલમાં તબદીલ કરી શકાય?
એ નિર્ણયો જેની નોંધપાત્ર
અસર જોવા મળી - ટેલિકોમ વિભાગનું
વાણિજ્ય સંચાલન અને નિયમન એવા બે ભાગમાં વિભાજન કરવામાં આવ્યું અને ત્યારબાદ દેશમાં
ટેલિકોમ સેવા પૂરી પાડવા BSNL અને MTNLની રચના જ્યારે તેના
નિયમન માટે ટ્રાઇની રચના કરાઇ. તદુપરાંત આ ક્ષેત્રમાં સ્પર્ધાને પણ અનુમતિ અપાઇ જેના પરિણામે ટેલિકોમ માર્કેટનું
વિસ્તરણ થયું અને કોલિંગના ખર્ચમાં ઘટાડો જોવા મળ્યો. સેવાના માનદંડોમાં સુધારો
થયો અને ટેક્નોલોજીનું અમલીકરણ શક્ય બન્યું. આર્થિક સુધારા અને ટેલિકોમ ઇન્ડસ્ટ્રીના ડિરેગ્લુયેશનથી ભારત વિશ્વમાં સૌથી
ઝડપી દરે વિકસતુ માર્કેટ બન્યું.
શૈક્ષણિક ક્ષેત્રમાં પણ નીચેના નિર્ણયોના અમલીકરણથી પરિવર્તન લાવી શકાય છે.
- દરેક રાજ્યના શૈક્ષણિક વિભાગની ભૂમિકાનું દ્વિભાજન કરવું જેમાં સેવા પૂરી પાડતા વિભાગથી માંડીને ટ્રાઇ જેવી નિયમનકારી સંસ્થાઓ હોય.
- ખાનગી કંપનીઓ તેમજ વ્યક્તિઓને સ્કૂલના સંચાલન માટે મંજરી આપવી કે પછી ભાગીદારીમાં સ્કૂલ ચલાવવા પ્રોત્સાહન આપવું. વર્તમાન સમયમાં માત્ર ટ્રસ્ટને તે માટે મંજૂરી અપાય છે. ·
- હેતુઓ અને મહત્વના પરિણામો સાથે મ્યુનિસિપલ અને સરકાર સંચાલિત સ્કૂલોને પબ્લીક સેક્ટર કંપનીઓ સાથે સ્પિન ઓફ કરવી. (સ્પિન ઓફનો અર્થ જોઇ લેજો - ખબર નથી પડતી).
- આ સેક્ટરમાં વિદેશી મૂડીરોકાણને મંજૂર આપવી અને ખાનગી તેમજ વિદેશીઓ સંસ્થાઓ માટે ઉચ્ચ શૈક્ષણિક ક્ષેત્રને ખૂલ્લું મૂકવું.
- માતાપિતા સાચી હકીકત જાણીને નિર્ણય લઇ શકે તે માટે સ્કૂલોની ગુણવત્તા ચકાસણીમાં સંપૂર્ણ પારદર્શક્તા હોવી જરૂરી છે.·
દેશમાં વધતી સ્પર્ધા, જંગી રોકાણ અને પારદર્શક્તાને
કારણે ટેલિકોમ માર્કેટમાં વર્ષોથી અગ્રણી રહેવામાં ભારત સફળ રહ્યું છે. એટલું ચોક્કસ છે કે જો પ્રાથમિક
અને કોલેજના શિક્ષણમાં પણ આ સિદ્વાંતોનું અમલીકરણ કરવામાં આવે તો નિશ્વિતપણે સમાન પરિણામો
મળશે. સંતાનને શ્રેષ્ઠ શિક્ષણ
આપવું એ દેશના કરોડો લોકોનું સપનુ છે. આ સપનાને સાકાર કરવામાં સરકાર શા માટે તેઓના માર્ગ પર આવી રહી છે?
No comments:
Post a Comment