Tuesday, 10 January 2017

કોલેજની ફી નિર્ધારણ સમિતિને કારણે ભારતીયો વિદેશી શિક્ષણ પાછળ 13 અબજ ડોલર ખર્ચે છે

એસોચેમ, તાતા ઇન્સટિટ્યુટ ઓફ સોશિયલ સાઇન્સ અને આઇઆઇએમ-બી દ્વારા કરાયેલા વિવિધ અભ્યાસને અંતે એવું તારણ સામે આવ્યું છે કે વિદેશ ભણવા માટે જતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં જંગી વધારો જોવા મળ્યો છે. યુનેસ્કો ઇન્સટિટ્યુટ ઓફ સ્ટેટેસ્ટિક્સ એન્ડ ઇન્સટિટ્યુટ ઓફ ઇન્ટરનેશનલ એજ્યુકેશનના આંકડાઓ મુજબ છેલ્લા 10 વર્ષોમાં વિદેશ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં 250 ટકાની વૃદ્વિ નોંધાઇ છે. અધિકૃત ફોરેક્સની જાવકનો અંદાજ 6 અબજ ડોલરથી 17 અબજ ડોલરની વચ્ચે છે. દુર્ભાગ્યપણે વિદેશમાં ભણતા વિદ્યાર્થીઓ ભણતર પૂરું કર્યા બાદ ત્યાં જ સ્થાયી થઇ જાય છે અને વિદેશમાં ટેક્સની ચૂકવણી કરવા લાગે છે. તેઓ ભારતમાં સબસીડી સાથે અભ્યાસ કરે છે પણ જ્યારે સરકારને ટેક્સ મારફતે ચૂકવણી કરવાનો તેઓનો વારો આવે છે તો તેની તેઓ બીજે ચૂકવણી કરે છે. વિદેશી શિક્ષણથી દેશની વિદેશી અનામતો ઓછી થવાની સાથે સાથે તેની ભવિષ્યની આવકને પણ અસર થાય છે. વિદેશમાં અભ્યાસ કરતા સંતાનોને મળવા તેના માતાપિતા જે રકમ ખર્ચે છે તેનો કોઇ અંદાજ નથી તેમજ તેઓના વિદેશ વસવાટથી થનારી અપ્રત્યક્ષ અસરોથી આપણે પરિચીત નથી.

દેશમાં ગુણવત્તાસભર શિક્ષણની અછતને કારણે વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરવાનું પસંદ કરે છે. આઇઆઇટીમાં મર્યાદિત બેઠકો હોવા ઉપરાંત તે સ્પર્ધાત્મક પણ છે. દેશમાં અન્ય કોલેજો છે પણ ત્યાં મર્યાદિત બેઠકો છે તેમજ અભ્યાસક્રમ અને શિક્ષણશાસ્ત્ર જૂના છે. આ સમસ્યાનું મુખ્ય કારણ શૈક્ષણિક ક્ષેત્રમાં ફ્રી માર્કેટને તેની ભૂમિકા નિભાવવાની તક નથી મળતી તે છે. ફી નિર્ધારણ સમિતિ દ્વારા કોલેજનું નિયમન થાય છે. તેથી લોકો વધુ ફી ચૂકવવા તૈયાર હોવા છતાં કોલેજ વધુ ફી વસૂલી શકે તે શક્ય નથી. આ સમિતિ માત્ર ખર્ચની રિકવરીની મંજૂરી આપે છે. તેથી કોલેજો બાકી રહેલી રકમનો ઉપયોગ કરીને પણ બેઠક ક્ષમતા વધારી નથી શકતી. દેશમાં શરૂ થતી નવી કોલેજોને ડોનેશન અપાય છે અથવા સરકાર દ્વારા તેને નાણાંકીય ભંડોળ પૂરું પડાય છે. આ આવકનો બિનટકાઉ સ્ત્રોત કહેવાય. વહેલા કે મોડા તે પૂરો થઇ જાય છે અને અનેક શરતોને આધીને રહીને તેને અન્ય રીતે પ્રાપ્ત કરાય છે.

હાર્વર્ડ યુનિવર્સિટી 380 વર્ષ જૂની છે જેનો એકેસ્પેટન્સ રેટ 5.2 ટકા છે. 210 એકરના વિસ્તારમાં 21,000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. દા.ત એકર દીઠ 100 વિદ્યાર્થીઓ. હાર્વર્ડ યુનિવર્સિટી દ્વારા સ્થાપિત IIM-A 55 વર્ષ જૂની છે જેનો એકેસેપટન્સ રેટ 1 ટકા કરતા પણ ઓછો છે જ્યા 106 એકરના વિસ્તારમાં 494 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે કે જે એકરદીઠ 4ની સંખ્યા ધરાવે છે. આ સ્થિતિમાં તફાવત કે પછી ખોટું શું છે? ભારતમાં સ્ત્રોત ઓછા હોવાની સામે વસ્તીગીચતા વધુ છે. કોલેજની બેઠકોમાં હજારોનું વેઇટિંગ હોવા છતાં શા માટે કોલેજમાં સમાન વિસ્તારમાં ઓછા વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવે છે?

ફી નિર્ધારણ સમિતિ કોલેજ ચલાવવા માટે કોલેજ ફી નક્કી કરે છે પણ વિદ્યાર્થીઓને મળનારા ફાયદાની બાબતને તદ્દન અવગણે છે. કેટલીકવાર આ ખર્ચાના કિંમતનો અંદાજ વધુ અથવા ઓછો હોય છે. તદુપરાંત સારી કોલેજ શ્રેષ્ઠ બને તે માટે કોઇ પગલા લેવાતા નથી. કોલજના પર્ફોમન્સમાં ગમે તેટલો સુધારો થયો હોવા છતાં તે સરખી જ ફી વસૂલી શકે છે.

કોલેજમાં ફી પરનું નિયમન ઉઠાવી લેવું તે જ એકમાત્ર ઉપાય છે. તેમાં માત્ર વહીવટી વિષયક નિયમન હોવું જોઇએ તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના પ્લેસમેન્ટમાં પણ સંપૂર્ણ પારદર્શિતા જરૂરી છેતેનાથી કોલેજના સ્ટાન્ડર્ડમાં સુધારો થશે અને તેઓ અભ્યાસક્રમના માળખામાં સતત સુધારો કરી શકશે જેથી કરીને વિદ્યાર્થીઓને સારી નોકરી મળી શકે. એકવાર વિદ્યાર્થીને સારા પગારની નોકરી મળી જાય ત્યારબાદ સામાન્ય અંકગણિત છે કે માતાપિતા બાળકની કોલેજમાં ફી આપે છે કે નહીં. તેનાથી દેશમાં રહેલા શૈક્ષણિક બેરોજગાર લોકોની સમસ્યામાં ઘટાડો થશે અને કોલેજો વિદ્યાર્થીઓની કમાણીની ક્ષમતા માટે વેલ્યુ એડિશન કરે છે તે રીતે ફીની વસૂલાત કરી શકશે. 

No comments:

Post a Comment