બાળકોને ફ્રી સમયમાં
ખૂબજ અોછી પ્રવૃત્તિઅો કરવા માટે હોય છે. ઉંમરલાયક લોકોની દેખરેખ વગર
બાળકો મિત્રો સાથે રમે છે કે પછી મોબાઇલમાં ગેમ રમે છે અથવા ટીવી જૂવે છે. આ બધી પ્રવૃત્તિઓમાં મગજનો
ઉપયોગ મર્યાદિત હોવાથી મગજના વિકાસને અસર થાય છે. તદુપરાંત અાજના સમયમાં જ્યારે સમાન વય ધરાવતા બાળકોની સંખ્યા
ઓછી જોવા મળે છે ત્યારે પરિવાર તેના બાળકોને પ્રવૃત્તિ તરીકે માત્ર ટેલિવીઝન સ્ક્રીન
સામે સમય વિતાવવાનો વિકલ્પ જ પૂરો પાડી શકે છે.
બાળકોને ફ્રી સમયે
પ્રવૃત્તિઓમાં કાર્યરત રાખવા માટે અનેક નવીન વિકલ્પો છે અને તેનાથી મનોરંજનની સાથે
સાથે તેઅોનો માનસિક વિકાસ પણ શક્ય બને છે. બાળકોની ઉંમર અનુસાર વિવિધ પ્રવૃત્તિઓ થાય છે. બાળકો તેમાંથી મોટાભાગની
પ્રવૃત્તિઓ માતાપિતાની દેખરેખ વગર કરી શકે છે જો કે કેટલીક પ્રવૃત્તિઓમાં વયસ્ક લોકોની
દેખરેખ જરૂરી છે.
ઉદાહરણ તરીકે સીનિયર
કેજીના વિદ્યાર્થીઓને 3 અક્ષરોના શબ્દો શીખવવાની પ્રવૃત્તિ. તેમાં એક બોર્ડ ગેમ હોય છે જેમાં બે અક્ષરોવાળા નાના બોક્સ હોય છે તેમજ બાળકોએ
તેના આ ટૂકડા આગળ વધારવા માટે બે અક્ષરોમાંથી મહત્તમ શબ્દોનું અનુમાન કરવાનું હોય છે. સૌથી વધુ શબ્દોનું અનુમાન
કરનાર બાળક જીતે છે. બાળકોને રમતની સાથે શિખવવાનો ખૂબજ સરળ વિકલ્પ છે.
પ્લેગ્રુપના બાળકોને
પાઇપ ક્લીનિંગ બ્રશમાં વિવિધ પેટર્નમાં મણકા મૂકવાની પ્રવૃત્તિ કરાવવાથી તેઓને વિવિધ
વણાટના સ્પર્શના અનુભવ મળશે અને સાથે જ સર્જનાત્મક્તા પણ ખીલશે. આ રીતે રમતની સાથે સાથે તેઓના
મગજનો પણ વિકાસ થશે.
બાળકોની ઉંમરને લગતી
વિવિધ પ્રવૃત્તિઓમાંથી આ તો માત્ર ઉદાહરણ છે. અમદાવાદની બે સ્કૂલ – ઉદ્ગમ અને ઝેબારે દિવાળી વેકેશન પહેલા દરેક બાળકને આ પ્રકારની
ચાર ગેમ શીખવાડવાની યોજના કરી છે જેથી કરીને દિવાળી વેકેશનમાં જ્યારે માતાપિતા પણ ફ્રી
હોય ત્યારે બાળકો આ ગેમ રમી શકે.
વર્તમાન સમયમાં શિક્ષણ
માત્ર ક્લાસરૂમ કે પુસ્તક સુધી મર્યાદિત નથી રહ્યું. નાના બાળકો જેટલો વધુ અનુભવ પ્રાપ્ત કરે છે એટલો તેઓના મગજનો
વિકાસ થાય છે. બાળકોને કોઇ વસ્તુની
સમજૂતી આપવા કરતા તેનો સ્પર્શ કરીને અનુભવ કરાવવામાં આવે તે વધુ મહત્વનું છે. બાળકોને સ્માર્ટ બોર્ડ પર
વીડિયો બતાવીને પાણીના ત્રણ પ્રકાર વરાળ, પ્રવાહી અને બરફની સમજણ આપી શકાય છે. પણ હકીકતમાં આ બતાવીને તેઓ
તાપમાન અનુભવી શકે છે અને વરાળનું રૂપાંતર અને બરફને ઓગળતો જોઇ શકે છે. વ્યવહારું રીતે આ વિચારને
લાગુ કરવાથી બાળકો ગમ્મતની સાથે સાથે ખૂબજ સરળતાથી સમજણ મેળવે છે અને યાદ પણ રાખી શકે
છે.
યુવાન બાળકોને ગેમ
રમાડીને કાર્યરત રાખી શકાય છે અને નવી વસ્તુના કોઇ માર્ક્સ ના હોવા છતાં તેના વિશે
જાણવાની બાળકોમાં જીજ્ઞાસાવૃત્તિ જોવા મળે છે. કોઇપણ વસ્તુ કરતા નવી વસ્તુનો અનુભવ કરવો તે વધુ લાભદાયી
છે.
વિકાસાત્મક કે વિકાસક્ષમ
તબક્કા દરમિયાન માનસિક વિકાસ સૌથી વધુ થાય છે અને સ્પર્શ, અનુભવ, વસ્તુને સૂંઘવી જેવી ક્રિયાઓમાં
વધુ ઇન્દ્રિયોનો ઉપયોગ થતો હોવાથી અેકાગ્રતા પણ વધે છે. આ સમયે થિયરીને લગતા શિક્ષણ
કરતા આ પ્રકારની નવીન પ્રવૃત્તિઓ મારફતે બાળકોને ગમ્મતની સાથે શિક્ષણ આપી શકાય છે. તેનાથી બાળકોનો માનસિક વિકાસ
પણ શક્ય બને છે.
ટ્રંક વકર્સ, ફ્લિન્ટોબોક્સ અને મેજિક
ક્રેટ જેવી કેટલીક કંપનીઓ છે જે અલગ અલગ ઉંમરના બાળકોનો સમુહને આ બોક્સ પૂરા પાડે છે. બાળકોને અપાતું શિક્ષણ આ
પ્રકારની નવીન પ્રવૃત્તિઓથી વધુ સરળ અને રસપ્રદ બન્યું છે.
No comments:
Post a Comment