બાળ દિવસ અને
ડાયાબિટિસ દિવસને એક સાથે નીરિક્ષણ કરવા માટે યોગ્ય કારણ છે. બાળકો રાષ્ટ્રનું ભાવિ
છે અને લોકો શારીરિક રીતે તંદુરસ્ત હોય તેવા મજબૂત રાષ્ટ્રના નિમાર્ણની દેશને જરૂરીયાત
છે. જો કે, છેલ્લા કેટલાક સમયથી દેશમાં ડાયાબિટિસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે અને
આ જ બાબત દેશ માટે ચિંતાનું કારણ બની છે. તેથી જ્યારે આપણે બાળકોને સમર્પિત એવા દિવસની
ઊજવણી કરી રહ્યા છીએ ત્યારે બાળકો તંદુરસ્ત રહે તેમજ ડાયાબિટિસ જેવા રોગોને તેનાથી
દૂર રાખે તે માટેના જરૂરી રસ્તાઓ આપણે શોધવા જોઇએ.
ડાયાબિટિસ એક
એવી બિમારી છે જે શરીરને શક્તિહીન બનાવે છે. જ્યારે આપણે આહાર આરોગીએ છીએ ત્યારે આપણુ
શરીર ખોરાકને ખાંડમાં અથવા ગ્લુકોઝમાં ફેરવી નાખે છે. આ જ સમયે આપણુ સ્વાદુપિંડ ઇન્સ્યુલિન
રિલીઝ કરે છે. ઇન્સ્યુલિનથી કોષો ખુલ્લા પડે છે અને ત્યારબાદ ગ્લુકોઝ અંદર પ્રવેશે
છે. આ જ ગ્લુકોઝનો ઉપયોગ આપણે શક્તિ મેળવવા માટે કરીએ છીએ. પણ ડાયાબિટિસમાં આ પદ્વતિ
નથી જોવા મળતી.
શા માટે આ બિમારી
યુવાનવર્ગમાં ઝડપી રીતે ફેલાઇ રહી છે? તે ચેપી ના હોવા છતાં પણ કોઇ ચેપી બિમારી કરતા
વધુ ઝડપે પ્રસરી રહ્યો છે. બાળકોને વધુ પ્રમાણમાં થતા ડાયાબિટિસના મુખ્ય બે કારણો છે.
દૈનિક જીવનશૈલી અને આહાર પદ્વતિ. હકીકતમાં યુવાવર્ગની વસ્તીના એક તૃત્યાંશ યુવાનો કે
જેના દાદા દાદીને ડાયાબિટિસ છે તેઓને આનુવંશિક રીતે ટાઇપ 1 ડાયાબિટિસ થવાની સંભાવના
વધી જાય છે, પણ આહાર પદ્વતિ તેમજ દૈનિક જીવનશૈલીમાં તાજેતરમાં જોવા મળેલા પરિવર્તનથી
ટાઇપ 2 ડાયાબિટિસના કેસોમાં આઘાતજનક રીતે વધારો જોવા મળ્યો છે.
વર્તમાન સમયમાં
બાળકો તેના ટેસ્ટને અનુસાર આહાર લેવાનું પસંદ કરે છે. તેઓ માટે સૌથી પસંદગીનું ફૂડ
જંક ફૂડ છે. મેકડોનાલ્ડ, પિત્ઝા હટ અને કેએફસી જેવી રેસ્ટોરાને કારણે પણ આ પ્રકારના
અયોગ્ય ખોરાકના સેવનમાં વૃદ્વિ થઇ છે. આ પ્રકારની રેસ્ટોરા ઓછા ભાવે અને સરળતાથી ઉપલબ્ધ
થતું અને સ્વાદિષ્ટ એવું જંકફુડ ગ્રાહકને પીરસે છે. આ સ્ટોર ઉપરાંત બાળકોના માતાપિતા
પણ તેઓને પેઢીઓથી ચાલતી આવતી વર્ષો જૂની સ્વાસ્થ્યપ્રદ
આહારપદ્વતિ મુજબ આહાર આપવાને બદલે તેઓને ભાવતા જંકફૂડ ખવડાવવાનું પસંદ કરે છે. તેથી
રોટલી-શાકનું સ્થાન સેન્ડવિચે લીધુ છે જ્યારે પરંપરાગત ભોજનને સ્થાને પાસ્તા ખાવામાં
આવે છે. જંકફૂડમાં ઉપરથી ચીઝ અને બટરનો પણ ભરપૂર પ્રમાણમાં વપરાશ થાય છે જે તેને વધુ
બિનઆરોગ્યપ્રદ બનાવે છે. વારંવાર જંકફૂડ ખાવાથી શરીર ખાંડ અને સ્ટાર્ચને તોડતા ઇન્સ્યુલિનને
વધુ પ્રમાણમાં નથી બનાવી શકતું અને શરીરમાં જમા થયેલી ખાંડને કારણે વ્યક્તિને ડાયાબિટિસ
થાય છે.
ખાંડના સ્તરમાં
વધારા પાછળનું કારણ ખાંડ જ છે. સામાન્યપણે બાળકો વધુ પ્રમાણમાં ખાંડ નથી ખાતા પણ તેઓ
ગળ્યા ડ્રિન્ક્સ, પેસ્ટ્રી, ચોકલેટ અને આઇસક્રીમ ખાય છે જેમાં ભરપૂર પ્રમાણમાં ખાંડ
હોય છે. આ ફૂડ પ્રોડક્ટથી શરીરમાં સુગર લેવલમાં વધારો થાય છે અને તેનાથી બાળકોમાં હાયપર
એક્ટિવિટી જોવા મળે છે.
કિશોર અવસ્થામાં
જોવા મળતા ડાયાબિટિસનું બીજું કારણ બાળકોનું બેઠાડું જીવન છે. મોટા ભાગની સ્કૂલોમાં
શારીરિક પ્રવૃત્તિઓ માટેનો અવકાશ ખૂબ ઓછો હોય છે. સ્કૂલથી બાળકો ટ્યુશનમાં જાય છે અને
રમવા માટે પણ તેઓને સમય નથી મળતો. આ સિવાય બાળકો બહાર રમત રમવાને બદલે ટીવી, મોબાઇલ
ફોન, ટેબલેટ અને અન્ય ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ પાછળ વધુ સમય પસાર કરે છે.
તેથી બાળકો શારીરિક
પ્રવૃત્તિઓના અભાવ અને વધુ જંકફૂડ ખાવાને કારણે નાની ઉંમરે મેદસ્વી બની જાય છે. તદુપરાંત
ડાયાબિટિસ થવામાં જનિન તત્વો પણ મહત્વની ભૂમિકા ભજવે છે. આપણા જનિનોને કાબુમાં રાખવું
શક્ય નથી પણ મર્યાદિત પ્રમાણમાં જંકફૂડ ખાવા માટે પગલા લઇ શકીએ છીએ અને દૈનિક જીવનશૈલીમાં
શારીરિક કસરતને સામેલ કરીને ડાયાબિટિસને દૂર રાખી શકીએ છીએ. એક માતાપિતા તરીકે બાળકોને
મેદસ્વી થતા રોકવા અને તેઓને જંકફૂડથી દૂર રાખવા એ આપણી ફરજ છે. કોઇકવાર આ વસ્તુ યોગ્ય
છે પણ દૈનિક ખાનપાનમાં તે જરા પણ સ્વીકાર્ય નથી.
No comments:
Post a Comment