Wednesday 11 January 2017

હોમીયોપેથી : તમારા બાળકને થતી બિમારીની સારવાર માટે અદ્દભુત જડીબુટ્ટી

કોઇ પણ માતા-પિતા માટે તેના બાળકની તંદુરસ્તી એક મહત્વની બાબત છે અને જ્યારે બાળક બિમાર પડે ત્યારે ચિંતાનો અનુભવ પણ કરી શકાય છે. બાળક બિમાર પડ્યા બાદ ડોક્ટર પાસે લઇ જવુ અને બાળકે કડવી દવા ખાવી પડે તે તેનો ઉપાય ગણાય છે. જો કે દરેક વસ્તુ હોમીયોપેથીથી રોકી શકાય છે.

રોગોના ઉપચાર માટે હોમીયોપેથી વર્ષો જુની પદ્વતિ છે અને મોસમ આધારિત રોગોને થતા પણ અટકાવે છે. તેમાં બિમારી કરતા લક્ષણો પર મુખ્ય રીતે ધ્યાન અપાતુ હોવાથી પ્રત્યેક વ્યકિતની બિમારીનો વ્યક્તિગત રીતે ઉપચાર કરાય છે. ઊદાહરણ તરીકે દવા આપતી વખતે શરીરનુ તાપમાન, સુવાની તેમજ ખાવાની ટેવ તેમજ તીવ્ર ઇચ્છા, સ્વભાવ, શારીરિક સ્થિતિ વગરે જેવા પરિબળો ધ્યાનમાં રાખવામાં આવે છે.

હોમીયોપેથી આમ તો દરેક ઊંમરની વ્યક્તિ માટે ફાયદાકારક હોવા છતાં તે બાળકો માટે વધુ લાભદાયી છે અને બાળકો તેનો જલ્દી સ્વીકાર પણ કરે છે. લાઇક ટ્રીટ લાઇકના વિચાર પર એટલે કે હોમીયોપેથીમાં કુદરતી ઉત્પાદનના તત્વો ખાસ કરીને છોડના અર્કનો ઉપયોગ કરાય છે જો કે તેનો પણ જો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે તો તેનાથી પણ રોગ જેવા લક્ષણ જોવા મળી શકે છે. જો કે ડોઝનુ પ્રમાણ ખુબ ઓછુ હોય છે અને લાંબા સમય સુધી લેવામા આવે તો પણ તેનાથી કોઇ નુકસાન નથી થતું.

હોમિયોપેથી મારફતે બાળકની બિમારીની સારવારથી નીચે મુજબના ફાયદાઓ છે
તેની દવા મીઠી હોય છે અને સહેલાઇથી લઇ શકાય છેહકીકતમાં બાળકોને તેનો સ્વાદ એટલો પસંદ છે કે તેઓ જરૂરી એવો ડોઝ લેવા જલ્દી તૈયાર થઇ જાય છે અને જબરદસ્તી નથી કરવી પડતી

પ્રકારની સારવારથી અન્ય દવાની જેમ કોઇ સાઇડ ઇફેક્ટ નથી થતી. તેને ખાસ કરીને કુદરતી છોડના તત્વોમાંથી બનાવાયેલી હોય છે અને ઉપયોગ કરવામાં પણ તે સલામત છે

તે મૂળમાંથી રોગની સારવાર કરીને તેને દૂર કરે છે જ્યારે નિયમીત અન્ય દવાઓ મોટા ભાગે રોગને દાબી દે છે અને લોહીમા રહેલા એન્ટિજેનને કારણે રોગ ફરી થાય છે.

પ્રકારની સારવારથી નબળાઇ નથી આવતી જ્યારે નિયમીત દવા રોગની સારવાર તો આપે છે પણ ત્યારબાદ વ્યક્તિ નબળાઇ અનુભવે છે.

પરિવારમાં જોવા મળતી કેટલીક વારસાગત બિમારીઓની સારવાર પણ હોમીયોપેથી મારફત સારી રીતે કરી શકાય છે.

બાળક ઓછુ બિમાર પડે તે માટે તેની પ્રતિકારશક્તિ વધારવા પણ હોમીયોપેથીનો ઉપયોગ કરવામાં આવે છે.       

વારંવાર થતા કાનના ચેપ, ચામડીના રોગો તેમજ અસ્થમા જેવી બિમારીઓની સારવાર માટે હોમીયોપેથી અસરકારક સાબિત થાય છે કારણ કે તે શરીરની અંદર સર્જાયેલા અસતુંલનને સંતુલિત કરવાનુ કાર્ય કરે છે.

બાળકના વલણને ધ્યાનમાં રાખીને તેને ડોઝ અપાય છે અને તેથી તે સારી રીતે કામ કરી શકે છે.

ખાસ કરીને બાળકમાં જોવા મળતા પરીક્ષાના તણાવ, ચિંતા અને ADHD જેવા ડિસઓર્ડરની સારવાર માટે હોમીયોપેથી ફાયદાકારક છે.

હિટનીસ અને તાવ જેવી મોસમને લગતી એલર્જીની સારવાર પણ હોમીયોપેથીમાં યોગ્ય દવા આપીને કરવામાં આવે છે કે જેનાથી હિસ્ટમીનને દુર કરવાની રોગીને અપાતી દવાથી આવતી નબળાઇ પણ તેમા નથી આવતી.

પ્રકારની દવાની કોઇ સાઇડ ઇફેક્ટ ના હોવાથી તેને લાંબા સમય માટે લઇ શકાય છે અને તેનુ કોઇ વ્યસન પણ નથી થતુ.

બાળકોને થતા રોગોની સારવાર માટે હોમીયોપેથી શ્રેષ્ઠ છે અને લાંબા સમય માટે લેવા પણ ઉત્તમ છે. તેનાથી ઓછી પીડા થાય છે તથા તેઓનુ ધ્યાન પણ વધારે છે. હોમીયોપેથીમાં એવી દવા પણ ઉપલબ્ધ છે જેનાથી અછબડા, મલેરિયા, સ્વાઇન ફ્લુ જેવી બિમારીની પણ સારવાર થઇ શકે છે અને તે એટલી અસરકારક રીતે કામ કરે છે કે જો કોઇ વ્યક્તિને અન્ય બિમારી થાય તો પણ તેનુ ઝેરીપણુ સાવ સામાન્ય હોય છે.

No comments:

Post a Comment