Wednesday, 11 January 2017

શું તમારુ બાળક પુરતી ઊંઘ કરે છે ?

પહેલાના વખતમાં લોકોને જાગતા રાખતા ઇલેક્ટ્રોનિક સાધનો ના હતા તેમજ દિવસ દરમિયાન કરેલા શારીરિક કામથી જ તેઓને રાત્રે નાના બાળકની જેમ ઊંઘ આવી જતી હતી. આપણા વડીલો આજની તારીખે પણ રાત્રે વહેલા સુઇ જાય છે અને વહેલા ઉઠી જાય છે. જો કે હાલની યુવાન પેઢી પુરતી ઊંઘ કરવાથી જ વંચિત રહી જાય છે.

વધારે ઊંઘ કરવી તેવુ કશુ જ નથી. તેથી વધારે પડતી ઊંઘ વિશે ચિંતા ના કરવી જોઇએ. તેના બદલે ખાસ કરીને જો બાળકો અપુરતી ઊંઘ લે તો તેના શુ ગેરફાયદા થાય તેના વિશે જાણીએ.

બાળકોમાં ઊંઘની ઊણપની વધતી સમસ્યા
વ્યસ્ક લોકોની જેમ નાના બાળકો ઊંઘના કોઇ લક્ષણો નથી દર્શાવતા. તે સુઇ જાય અથવા અતિરેક જોવા મળે. અટેન્શન ડેફિસિટ હાયપર એક્ટિવીટી ડિસઓર્ડર (ADHD) જેવા લક્ષણો પણ જોવા મળે છે. નાના બાળકો સુવાના સમયેથી દુર ભાગે છે અને થાક્યા ના હોય તેવુ દેખાડે છે અથવા તેઓ વધારે થાકી ગયા હોવાથી ચંચળ બને છે.

અપુરતી ઊંઘની અસર બાળકોના ઉછેર અને વિકાસ, શારીરિક તંદુરસ્તી, માનસિક સ્વાસ્થય, વર્તન અને સ્કૂલમાં શૈક્ષણિક પ્રદર્શન પર પડે છે. આ પ્રકારના બાળકોની પ્રતિકારશક્તિ ઓછી હોવાથી તેઓને બિમારી થવાનો વધારે ભય રહે છે. તેથી તેઓ માટે સુવાની એક નિશ્વિત પેટર્ન બનાવવી જરૂરી છે. તે માટે માતાપિતાએ એક દિનચર્યા નક્કી કરવી જોઇએ કે જેને બાળક અનુસરે. દિનચર્યા પ્રમાણે જો સુવાના સમયે તેઓને ઊંઘ ના પણ આવતી હોય તો તેઓ બેડમા જશે પરિણામે તેઓને ઊંઘ પણ આવી જશે. બાળકને સલામતીનો અનુભવ કરાવવા અને જોડાણ વધારવા માટે બેડટાઇમની સાથે સાથે વાંચનનુ પણ સેશન રખાય તે આવશ્યક છે. ઉમરમા થોડા મોટા બાળકોને સુતા પહેલા વાંચન માટે પ્રોત્સાહન આપી શકાય છે. આ પ્રકારની દિનચર્યા તેઅોને વધુ શાંત અને સ્વસ્થ બનાવવા ઉપરાંત ગાઢ નિંદ્રા માટે તૈયાર પણ કરે છે.

બાળકોની ઊંઘ માટે ભલામણ કરાયેલી પેટર્ન
ઊંમર                          સુવાની કલાકો            અન્ય કલાકો
65 વર્ષની ઉપર                    7-8                   5-6, 9
26-64 વર્ષ (પુખ્ત)                 7-9                   6,10
18-25 વર્ષ (યુવા વર્ગ)             7-9                   6,10-11
14-17 વર્ષ (ટીનેજર)               8-10                  7,11 
6-13 વર્ષ (સ્કૂલ ઉમર)             9-11                  7-8,12
3-5 વર્ષ (પ્રી સ્કૂલ)                 10-13                 8-9,14
1-2 વર્ષ (બાળક)                   11-14                 9-10,15-16
4-11 મહિનાનુ શિશુ                 12-15                10-11,16-18
0-3 માસ (નવજાત શિશુ)           14-17                 11-13, 18-19

સ્કૂલનો સમય અને ઊંઘની કલાકો
ભારતમાં વિવિધ સ્કૂલોમાં અલગ અલગ સ્કૂલનો સમય હોય છે કે જેને અનુસરવામાં આવે છે અને પ્રત્યેક સ્કૂલનો એક નિશ્વિત સમય હોય છે કે જે કા તો સવારે વહેલા અથવા સવારે મોડા હોય છે. જ્યારે સ્કૂલ વહેલી સવારે હોય છે ત્યારે 6-13 વર્ષનુ બાળક તેના માટે જરૂરી એવી 9-11 કલાકની ઊંઘ નથી લઇ શકતુ. તેથી અાદર્શ રીતે આ ઊંમરના બાળકોને પુરતી ઊંઘ મળી રહે તે માટે તેઓને સવારે 9-10 વાગે શરૂ થતી સ્કૂલમાં પ્રવેશ મળે તે યોગ્ય છે. બાળક સવારે તાજગી સાથે ઊઠીને દિવસ પસાર કરી શકે છે. તેઓને સવારની દૈનિક પ્રવૃત્તિઓ કરવા માટે પણ પુરતો સમય મળી રહે છે.

અનેક સ્કૂલો સવારે વહેલી શરૂ થતી હોવાથી ઉપરની બાબત દરેક વખતે શક્ય ના પણ બની શકે. આ સ્થિતિમાં શ્રેષ્ઠ વિકલ્પ એ છે કે વહેલુ આંટોપી લેવુ અને બપોરના સમયે ઝોંકુ ખાઇ લેવુ કે જરા વાર ઊંઘી જવુ. માતાપિતાએ ખાસ ધ્યાનમાં રાખવુ જોઇએ કે જે બાળક સવારે 7-30 વાગ્યે સ્કૂલે જાય છે તે રાત્રે 10 વાગે સુઇ જાય તેમજ સ્કૂલેથી ઘરે પાછા આવ્યા બાદ લગભગ એક કલાક માટે સુઇ જાય. આ રીત તેઓના સાંજ માટે વધુ તાજગીસભર બનાવશે અને તેઓ તેનો અભ્યાસ અને શારીરિક પ્રવૃત્તિઓ પણ સારી રીતે કરી શકે છે.

No comments:

Post a Comment