છેલ્લા પાંચ વર્ષમાં
દેશભરના શહેરોમાં અનેક ખાનગી સ્કૂલ શરૂ થઇ છે. આ સ્કૂલો ઘોડેસવારીથી લઇને સ્વિમીંગ પૂલ અને દરેક વર્ગમાં
એસી જેવી અનેકવિધ સુવિધાઓ પૂરી પાડે છે. હકીકતમાં ભારતમાં છેલ્લા એક દાયકમાં એવી પણ કેટલીક સુવિધાઓ છે જેની એટલી નોંધ
નથી લેવાઇ કે જેમાં સ્માર્ટ ક્લાસ અને શિક્ષણ માટે ટેબ્લેટ પીસીનો ઉપયોગ છે.
વર્તમાન સમયમાં મોટાભાગના
માતાપિતાને એક જ સંતાન હોય છે અને સંતાનો માટે સ્કૂલનો નિર્ણય લેતી વખતે તેઓ યુવાન
હોય છે. આ માતા-પિતા આધુનિક વસ્તુઓથી પ્રભાવિત
થઇને તેઓના સંતાનોને અયોગ્ય સ્કૂલમાં પ્રવેશ અપાવવાનો નિર્ણય લઇ બેસે છે. માતાપિતાને મોડેથી તેનો અહેસાસ
થાય છે અને એ જ શહેરમાં અન્ય સ્કૂલ પસંદ કરવાનું નક્કી કરે છે. ચાલુ શૈક્ષણિક વર્ષે પણ અા
પ્રકારનો નિર્ણય લેતા હોય છે. આ સ્થિતિમાં સંતાન તેના મિત્રોથી અલગ પડે છે અને શૈક્ષણિક પદ્વતિમાં ફેરફાર
થતા વિદ્યાર્થી માટે શૈક્ષણિક અભ્યાસમાં પ્રગતિની સાથે અન્ય વસ્તુમાં પ્રગતિ કરવી પણ
કપરુ કાર્ય બની જાય છે.
સ્કૂલમાં પ્રવેશ પહેલા અહીયા સ્કૂલ વિશે આપેલા કેટલાક પ્રશ્નો તમારે પૂછવા અત્યંત
જરૂરી છે:
શું બોર્ડની પરીક્ષામાં એ સ્કૂલનો કોઇ વિદ્યાર્થી ટોપર્સ છે?
- કોઇ કેસમાં જો સ્કૂલનું બોર્ડ રાજ્ય બોર્ડ કરતા અલગ હોય તો શહેરમાંથી કેટલા વિદ્યાર્થીઓ તે પરીક્ષા આપી રહ્યા છે તે પૂછવું પણ જરૂરી બને છે. - તેથી આપને ખબર પડશે કે તેઓએ કોઇ સ્પર્ધાનો સામનો કર્યો છે કે નહીં.
- શું બોર્ડની પરીક્ષામાં કોઇ ફેઇલ થયું છે? આ પ્રકારના સવાલનો જવાબ ઇન્ટરનેટ અને મીડિયામાં આપેલી માહિતથી મેળવી શકાય છે. અનેક સ્કૂલો 100 ટકા પરિણામનો દાવો કરતી હોવા છતાં તે દાવાઓ પોકળ સાબિત થતા હોય છે.
- બોર્ડની પરીક્ષામાં તે સ્કૂલનું એવરેજ પરિણામ શું રહ્યું છે? કોઇ સ્કૂલમાં 100 ટકા પરિણામ હોઇ શકે છે તેમજ કેટલાક બોર્ડના ટોપર્સ પણ હોય છે - જો કે આપનું સંતાન તે સ્કૂલમાં કેટલો સ્કોર લાવશે તે એવરેજ પરિણામ પરથી જાણી શકાય છે. તેથી જો સ્કૂલ Aનું એવરેજ પરિણામ 65 ટકા અને સ્કૂલ Bનું 66 ટકા પરિણામ હોય તો બેશકપણે સ્કૂલ B સ્કૂલ A કરતા ખૂબ સારી કહી શકાય. તે દર્શાવે છે કે અનેક વિદ્યાર્થીઓએ ઊંચો સ્કોર મેળવ્યો હશે.
- પરિણામનું પ્રમાણભૂત માપદંડ શું છે? અનેક લોકો બોર્ડમાં આવેલા આંકડાઓ અને 100 ટકા પરિણામના દાવાઓથી પ્રભાવિત થઇ જતા હોય છે પણ કેટલા વિદ્યાર્થીઓ એવરેજ માર્ક્સથી દૂર છે તે વધુ રસપ્રદ ડેટા કહી શકાય. તેનાથી બેચના પરિણામની સુસંગતતા વિશેનો ખ્યાલ અાવશે. તેથી ધારો કે 40 વિદ્યાર્થીઓના વર્ગમાં 5 ટોપર્સ છે અને એવરેજ પરિણામ પણ સારું નોંધાયુ છે. જો કે પ્રમાણભુત માપદંડ ઉચ્ચ હોય તો એનો અર્થ એ થયો કે અનેક વિદ્યાર્થીઓ એવરેજ પરિણામ લાવવામાં પણ નિષ્ફળ રહ્યા છે. તે વર્ગના પરફોર્મન્સમાં રહેલી વિસંગતતા રજૂ કરે છે અને વિદ્યાર્થી સ્કૂલમાં અભ્યાસ કરવાને બદલે ટ્યુશનમાં જાય છે તે દર્શાવે છે.
- વિદ્યાર્થીઓનું રિટેન્શન: કોઇ સારી સ્કૂલમાં વિદ્યાર્થીનો રિટેન્શન રેટ પણ ઊંચો હશે - પણ જો મોટા ભાગના વિદ્યાર્થીઓ સ્કૂલ બદલતા રહે તો અર્થ એ થયો કે સ્કૂલમાં મોટો અસંતોષ છે.
- સ્ટાફ રિટેન્શન: એક જ સ્કૂલમાં શિક્ષકનું સાતત્ય શિક્ષણની ગુણવત્તા માટે અત્યંત આવશ્યક છે. સ્કૂલમાં ઓછો અનુભવ ધરાવતા શિક્ષકો એ મોટી સમસ્યા છે. જો કે, શિક્ષકોમાં વારંવાર ફેરફાર એ પણ મોટી સમસ્યા કહી શકાય. તે જાણતી સમસ્યાના સંકેત છે.
- વારંવાર જાહેરત: વર્ષો જૂની સ્કૂલને પણ જાહેરાતની જરૂર હોય તો એવો અર્થ થયો કે સ્કૂલની ગુણવત્તાને લઇને કોઇ સમસ્યા હોઇ શકે છે. સ્કૂલમાં ભણતા સંતાનના માતાપિતા જો સ્કૂલનો પ્રચાર ના કરતા હોય તો નિશ્વિતપણે કોઇ જડમૂળની સમસ્યા સંભવિત છે.
તમારા સંતાન માટે એક ઉચ્ચત્તમ અને શ્રેષ્ઠ સ્કૂલની પસંદગી કરવા માટે શુભેચ્છા. - તે તમારા સંતાનના ભવિષ્ય
માટે ખૂબ મહત્વનો નિર્ણય છે.
No comments:
Post a Comment