Tuesday 10 January 2017

ગુજરાત બોર્ડ દ્વારા NCERTના પુસ્તકોની નકલ એ મોટી ભૂલ

ગુજરાત સ્ટેટ એજ્યુકેશન બોર્ડે તેના અભ્યાસક્રમમાં ફેરફાર કરવાનું નક્કી કર્યું છે. તેને વધુ સરળ બનાવવા માટે ધોરણ 9થી 12ના અભ્યાસક્રમ માટે NCERTના પુસ્તકોની નકલ કરવામાં આવશે. વર્ષ 2017થી તેનો અમલ થશે. ઘણા વર્ષોથી ગુજરાત સરકાર દાવો કરતી હતી કે ગુજરાતનો અભ્યાસક્રમ સંતોષપ્રદ છે અને બાળકો પણ સમાનપણે સ્પર્ધાત્મક પરીક્ષામાં સારુ પર્ફોમ કરી શકશે. જો કે, અચાનક સરકારે હવે અભ્યાસક્રમમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે.

આ નિર્ણય સાથે કેટલીક સમસ્યાઓ પણ રહેલી છે. NEET મારફતે મેડિકલ પ્રવેશ પરીક્ષા લેવાનો નિર્ણય સરાહનીય છે અને તેના આપણે આભારી પણ છીએ, ગુજરાત સરકારે પુસ્તકોને બદલવાનો નિર્ણય પણ લીધો છે. સવાલ એ ઊભો થાય છે કે શા માટે સરકારે વર્ષ 2005ના રાષ્ટ્રીય અભ્યાસક્રમના માળખાનો 11 વર્ષથી અમલ નથી કર્યો?

બાળક 15 વર્ષ સ્કૂલમાં વિતાવે છે અને ક્રમિક તાલીમ લે છે. છેલ્લા 11 વર્ષથી ગુજરાત બોર્ડના આધાર પર અભ્યાસક્રમ શીખવવામાં આવે છે અને અચાનક બાળકે CBSEના અભ્યાસક્રમ અપનાવવાનો વારો આવશે. અભ્યાસક્રમમાં બીજા ધોરણથી પહેલા ધોરણમાં ફેરફાર આવશે તેથી એક જ વર્ગે મૂળ વર્ષોથી વિવિધ અભ્યાસક્રમનો અભ્યાસ કરવો પડશે.

સવાલ એ છે કે મેડિકલ અને ઇજનેરી કોર્સમાં પ્રવેશ માટેની સ્પર્ધાત્મક પરીક્ષા માટેનો અભ્યાસક્રમ અપનાવવા શું બાળકો પૂરતા સમર્થ છે? આપણે સમાચારમાં વાચીએ છીએ કે ટોચની કોલેજમાં પ્રવેશ માટેના કટઓફ માકર્સ ખૂબ જ વધારે હોય છે. રસપ્રદ વાત એ છે કે 96 ટકા મેળવેલા વિદ્યાર્થીને તેની પસંદગીની કોલેજમાં પ્રવેશ નથી મળી શકતો. જો કે હકીકતમાં સ્થિતિ અલગ જ છેઊંચા કટ ઓફ માકર્સની વાત સાચી છે પણ વિદ્યાર્થીઓ કે જેને કેટલાક માકર્સને કારણે ટોચની કોલેજમાં પ્રવેશ નથી મળ્યો તેના કરતા માત્ર પરીક્ષા પાસ કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ વધારે છે.

રાજ્ય બોર્ડની પરીક્ષામાં એવેરજ કરતા નબળો દેખાવ કરનારા વિદ્યાર્થીઓ NCERT અપનાવવાથી નિષ્ફળ થઇ શકે છે. સહેલા ગણાતા સ્ટેટ બોર્ડના પુસ્તકોમાં પણ પાસ થવું તેઓ માટે મુશ્કેલ છે. તદુપરાંત, આ વિદ્યાર્થીઓના માતાપિતા વધારાના ટ્યુશનનો ખર્ચ ઉઠાવી નથી શકતા તેથી તેઓએ સ્કૂલના શિક્ષકો પર જ આધાર રાખવો પડે છે. અનેક વર્ષોથી આ શિક્ષકો સ્ટેટ બોર્ડના અભ્યાસક્રમ મુજબ ભણાવે છે ત્યારે NCERT મુજબ અભ્યાસક્રમના અમલીકરણથી તેઓની મુશ્કેલી પણ વધી શકે છે.

બાળકો તેના જીવનનો માત્ર 10 ટકા સમય વર્ગમાં ભણતર પાછળ વિતાવે છે અને 90 ટકા બાબતો માતાપિતાની મદદ ઉપરાંત વિવિધ વસ્તુઓમાંથી શીખે છે. હવે જ્યારે માતાપિતા જ તેઓના બાળકોને અભ્યાસમાં મદદ ના કરી શકે તો બાળક ખુદ પર કઇ રીતે ભણતર પ્રાપ્ત કરી શકે?

મારો મંતવ્ય એવો છે કે એન્જિનિયરના બાળકના અભ્યાસ કે પછી ડ્રાઇવરના બાળકના અભ્યાસ માટે સરખા પુસ્તકો ના હોવા જોઇએ. માત્ર સ્નાતક થવા માગતા વિદ્યાર્થીઓ માટે અલગ અભ્યાસક્રમ તેમજ ઉચ્ચ અભ્યાસની ઇચ્છા રાખતા વિદ્યાર્થીઓ માટે પણ અલગ અભ્યાસક્રમ હોવો જોઇએ. જો આપણે આ તફાવતને નહીં ઓળખી શકીએ તો ચોક્કસપણે આગામી પાંચ વર્ષમાં માધ્યમિક અભ્યાસમાંથી ડ્રોપ આઉટ રેશિયો 56 ટકાથી વધીને 80 ટકા સુધી પહોંચી જશે. પુસ્તકોમાં થયેલા ફેરફારથી પણ તેને અસર થશે. 

No comments:

Post a Comment