Wednesday 11 January 2017

બાળકના વિકાસમાં તેની નિંદા કરવા કરતા પ્રંશષા વધુ સરાહનીય...

અગાઉના આર્ટિકલમાં આપણે શિક્ષકો કેવી રીતે રેર્કોડમાં નકારાત્મક અવલોકન કરે છે પણ વિદ્યાર્થીના સારા ગુણોને મૌખિક રીતે કહે છે તેમજ બાળકો ઝડપી ઇનામ કે વળતર ઇચ્છે છે તેમજ પરિણામ માટે વર્ષના અંતે આવતી માર્કશીટ માટે રાહ નથી જોઇ શકતા તે વિશે ચર્ચા કરી હતી.

તેથી અમદાવાદની બે સ્કૂલોએ એક રસપ્રદ પ્રયોગ કર્યો અને એ હતો કે સારા વર્તન માટે સ્ટિકર આપવુ. નાની વસ્તુ કે જેના કરતા માર્કસ મહત્વ નથી ધરાવતા અને જે બાળકના જીવનમાં મહત્વ ધરાવે છે તે સ્ટિકર હતા. ઊદાહરણ તરીકે બાળક પુસ્તક વાંચવાનો શોખ ધરાવે છે. પુસ્તક વાંચન પ્રત્યેના તેના આ પ્રેમની સ્કૂલની પરીક્ષા કે બોર્ડની પરીક્ષામાં પ્રશંષા નથી કરવામાં આવતી. જો કે આપણે બધા જાણીએ છીએ કે વાંચન વગર બાળકનુ સામાન્ય જ્ઞાન મર્યાદિત બની રહે છે. જે બાળક વાંચનનુ શોખીન છે તેને શિક્ષક સ્ટિકર અાપે છે.

હવે આ સ્ટિકરને ક્યા લગાડવામાં આવે છે ? જો તેને ડાયરી પર લગાડીએ તો દર વર્ષે તેને કાઢી નાખવામાં આવે છે. તદુપરાંત સ્ટિકરની સાથે સાથે નકારાત્મક બાબત પણ હશે કે જે તે/તેણી સારા નથી તેવુ યાદ કરાવશે. તેથી આ સ્ટિકર નાની બુકલેટ પર લગાડવામાં આવે છે કે જે આ જ હેતુ માટે હોય છે - તેને પાસપોર્ટ કહેવામાં આવે છે. પ્રત્યેક સ્ટિકરને પ્રદર્શનનો વિઝા કહેવાય છે અને બુકલેટ એ શ્રેષ્ઠતાનો પાસપોર્ટ કહેવાય છે.

બાળકને હકારાત્મક વર્તન માટે પ્રોત્સાહન આપવા પાછળના અનેક વર્ષોના રિર્સચ બાદ આ સિસ્ટમનુ નિમાર્ણ કરાયુ છે. એકવાર આ વિઝા અપાઇ ગયા બાદ તેને પાછા લેવામા નથી આવતા. પાસપોર્ટમાં કોઇ નકારાત્મક બાબત ના હોવી જોઇએ. પ્રત્યેક શિક્ષક માત્ર 3-4 વિઝા જ આપી શકે છે અને એક પ્રકારનો વિઝા વિદ્યાર્થીને માત્ર એક જ વાર આપવામાં આવે છે.

જે વિદ્યાર્થી ક્લાસમાં સૌથી વધુ વિઝા મેળવે છે વર્ષના અંતે સન્માન મેળવે છે. ક્લાસમાં મહત્તમ વિઝા મેળવવા માટે સ્પર્ધાનો માહોલ જોવા મળે છે. જો કે એક વિદ્યાર્થી એક પ્રકારનો વિઝા માત્ર એક જ વાર મેળવી શકતો હોવાથી વિદ્યાર્થીએ અન્ય પાસામાં તેનુ પ્રદર્શન સુધારવુ પડે છે. આ રીતે વિદ્યાર્થીના વ્યક્તિત્વનો વિકાસ શક્ય બને છે.

શિક્ષક જે પ્રકારની સમસ્યા વિદ્યાર્થીમા જુએ છે તેના આધારે વિઝાના પ્રકાર નક્કી કરવામાં આવે છે. ઊદાહરણ તરીકે કમ્પ્યુટર ક્લાસમાં ખુબ ગેરવર્તન થાય છે. તેથી શિક્ષક જાહેરાત કરે છે કે જે પણ સૌથી પહેલા પ્રેક્ટિકલ ટેસ્ટ પુરી કરશે તેને હોશિયાર હોવાનો વિઝા મળશે. તેનાથી વિદ્યાર્થી ગેરવર્તન કરવાને બદલે તેને અપાયેલુ કામ જલ્દી પુરુ કરવા માટે પ્રયત્ન કરે છે.

છેલ્લા ચાર વર્ષથી ઉદ્દગમ સ્કૂલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે આ પદ્વતિનો ઉપયોગ કરે છે અને સારુ પરિણામ મેળવવામાં પણ સફળતા મળી છે. માતા-પિતાએ પણ આ પદ્વતિના વખાણ કર્યા છે અને બાળકો પણ તેનાથી ખુશ છે. તેનાથી શિક્ષકોના કામમા થોડો વધારો થયો છે પણ વર્ગખંડમાં કંટ્રોલ અને વિદ્યાર્થીના શિક્ષણના પ્રદર્શનમાં હકારાત્મક સુધારો જોવા મળ્યો છે. તાજેતરમાં ઝેબર સ્કૂલમાં પણ આ જ પદ્વતિનુ અમલીકરણ કરવામાં આવ્યું છે.

No comments:

Post a Comment