Wednesday 11 January 2017

બાળકોમાં ન્યુટ્રિશનની ઊણપ – ભાગ 2

અગાઉના લેખમાં આપણે બાળકોમાં જોવા મળતી ન્યુટ્રિશનની ઊણપ અને તેના વિવિધ પ્રકાર અંગે ચર્ચા કરી હતી. આ લેખમાં આપણે આ અંગે જાગૃત થઇને તેને રોકી શકીએ તે માટે ઊણપના કારણો વિશે ચર્ચા કરીશું.

ન્યુટ્રિશનની ઊણપ હોવાના કારણો
ન્યુટ્રિશનની ઊણપ હોવાનું મુખ્ય કારણ અપૂરતા ન્યુટ્રિઅન્ટ્સ ધરાવતો રોજિંદો આહાર છે. શરીર ન્યુટ્રિઅન્ટ્સને જમા કરે છે તેથી જ્યારે ન્યુટ્રિઅન્ટ્સ વગરનો આહાર લેવામાં આવે ત્યારે શરીરમાં ન્યુટ્રિશનની ઊણપ સર્જાય છે. જો કે કેટલીક વાર સંતુલિત રોજિંદા આહાર છતાં બાળકોમાં ન્યુટ્રિઅન્ટ્સની ઊણપ જોવા મળે છે. શરીરની પાચનક્ષમતા ઓછી હોવાથી શરીર કેટલાક ન્યુટ્રિઅન્ટ્સને બરાબર રીતે પચાવી નથી શકતું જેના કારણે ન્યુટ્રિશનની ઊણપ વર્તાય છે. તદુપરાંત કેટલીક બિમારી તેમજ જઠરાગ્નિને લગતી સમસ્યાથી લોહતત્વની ઊણપ સર્જાય છે. તેથી દરેક સમયે અયોગ્ય અાહારને કારણે ઊણપ સર્જાય તેવુ ના કહી શકાય.

ન્યુટ્રિશનની ઊણપના લક્ષણો:
શરીરમાં ક્યા ન્યુટ્રિઅન્ટ્સની ઊણપ છે તેના આધારે તેના લક્ષણો જોવા મળતા હોય છે. જો કે કેટલાક સામાન્ય લક્ષણો કે જે બાળક અનુભવે છે તેમાં નીચેના લક્ષણો જોઇ શકાય.
  • ચામડીમાં ફીકાશ
  • થાક
  • નબળાઇ
  • શ્વાસ રુંધાવો
  • ખાદ્યપદાર્થની ભારે તલપ
  • વાળ ખરવા
  • ચક્કર
  • કબજીયાત
  • ઘેન ચડવું
  • હ્યદયના ધબકારા વધવા
  • અશક્ત હોવાનો અનુભવ થવો કે બેભાન થવુ
  • હતાશા
  • કળતર અને સાંધામાં નિષ્ક્રિયતા
  • એકાગ્રતામાં ઘટાડો

બાળકોમાં ઉપર દર્શાવાયેલા લક્ષણો જોવા મળે છે અથવા કેટલાક બાળકોમાં જ જોવાય છે. સમય જતાં મોટા ભાગના લોકો લક્ષણોને અનુરૂપ થઇ જાય છે. તેઓ સ્થિતિને લઇને કોઇ ટેસ્ટ પણ નથી કરાવતા. જો આપના બાળકામાં થાક, નબળાઇ તેમજ નબળી એકાગ્રતા જેવા લક્ષણો જોવા મળે તો ડોક્ટર પાસે તેનું ચેકઅપ કરાવો. અા લક્ષણો કોઇ ગંભીર ઊણપની શરૂઆત થઇ હોવાનો સંકેત આપે છે.
ન્યુટ્રિશનની ઊણપના લક્ષણો કઇ રીતે પારખશો?
બાળકમાં ન્યુટ્રિશનની ઊણપ હોવાનું લાગે તો ડોક્ટર બાળકનો રોજિંદો આહાર અને ખાવાની આદત વિશે પુછશે. તે લક્ષણો વિશે પુછશે. નિયમીત લોહીની તપાસ મારફતે પણ ઊણપ પારખી શકાય છે જેમાં સંપૂર્ણ બ્લડ કાઉન્ટ પણ સામેલ છે. આ રીતે જ ડોક્ટર એનેમિયાનું નિદાન કરે છે.

ન્યુટ્રિશનની ઊણપની સારવાર કેવી રીતે કરાવશો?
ઊણપના પ્રકાર અને ગંભીરતાના અાધારે તેની સારવાર કરવામાં આવે છે. ડોક્ટર બાળકમાં રહેલી ઊણપ કેટલા પ્રમાણમાં છે તેની ચકાસણી કરશે તેમજ તેનાથી લાંબા ગાળે થનારી સમસ્યાઓ વિશે પણ નિદાન કરશે. ટ્રીટમેન્ટ પ્લાન પહેલા શરીરને કોઇ બીજી ઇજા નથી થઇને તેની ચકાસણી માટે ડોક્ટર વધુ ટેસ્ટ કરાવવાનું પણ કહી શકે છે. પોષણયુક્ત આહાર સાથે નિયમીત સારવારથી લક્ષણો દૂર થાય છે.

રોજિંદા અાહારમાં ફેરફાર
જો સામાન્ય ઊણપ હોય તો ડોક્ટર આહાર લેવાની રીતભાતમાં ફેરફાર કરવાનું સુચન કરે છે. ઊદાહરણ તરીકે પાંડુરોગના દર્દીઓએ (એનમિયા) આહારમાં વધુ માંસ, ઇંડા, મરઘાનું ચીકન, શાકભાજી તેમજ કઠોર જેવા ખાદ્યપદાર્થ આરોગવા જોઇએ. 
જો ઊણપ વધારે હોય તો ડોક્ટર તમારા બાળકને ડાયેટિશિયન પાસે લઇ જવા કહી શકે છે. તેઓ કેટલાક સપ્તાહ માટે ફૂડ ડાયરી રાખવાનું સુચન કરે છે. જ્યારે આપ ડાયેટિશિયનને મળો ત્યારે તે તમને આહારમાં શુ ફેરફાર કરવો તેના વિશે જણાવશે.
સપ્લીમેન્ટ્સ
કેટલાક કેસમાં બાળકે સપ્લીમેન્ટ્સ અથવા મલ્ટીવિટામિન લેવાની જરૂર પડે છે. બાળકનું શરીર કેલ્શિયમ અને વિટામિન ડી જેવા ન્યુટ્રિઅન્ટ્સ સાથે લઇ શકે તે રીતે શરીર વધુ સપ્લીમેન્ટ્સ લઇ શકે તે માટે વધારે સપ્લીમેન્ટ્સ પણ લેવા પડે છે.
ઊણપનીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બાળકને સપ્લીમેન્ટ્સનો ડોઝ આપવામાં આવે છે. ડોક્ટર અથવા ડાયેટિશિયને ડોઝ નક્કી કરે છે. બાળકને ન્યુટ્રિશન સપ્લીમેન્ટ્સ આપતાં પહેલા તમારે ડોક્ટર સાથે ચર્ચા કરવી જોઇઅે. કેટલીકવાર સપ્લીમેન્ટ્સના વધારે પડતા ડોઝથી સ્વાસ્થયને લગતી સમસ્યા પણ થઇ શકે છે.

No comments:

Post a Comment