વર્ષ 2015મા ભારતની મુલાકાતે 80 લાખ વિદેશી સહેલાણીઓ આવ્યા
હતા. આ ટકાવારી ફ્રાન્સ
અને યુએસએને 8 કરોડની સરખામણીએ 10 ટકા છે. ભારતમાં ફોરેક્સની તાતી જરૂરીયાત
છે ત્યારે દેશનું પ્રવાસન ક્ષેત્રે ફોરેક્સ લાવવામાં અગત્યની ભૂમિકા ભજવી શકે છે. ઉદાહરણ તરીકે વિદેશી સહેલાણીઓ
તરફથી રેવેન્યુની દૃષ્ટિએ ભારતે 21 અબજ ડોલર મેળવ્યા હતા જ્યારે યુએસની વિદેશી સહેલાણીઓ મારફતની કમાણી 210 અબજ ડોલર નોંધાઇ હતી. ભારત જેવા દેશ માટે આ આવક
નોંધપાત્ર કહી શકાય.
થાઇલેન્ડ જેવા દેશોમાં
પણ વિદેશી સહેલાણીઓની સંખ્યા 3 કરોડ રહેવા પામી હતી જેમાં ભારતના જ સહેલાણીઓની સંખ્યા 10 લાખ જોવા મળી હતી. તો ભારતમાં વિદેશી સહેલાણીઓને
આકર્ષવામાં દેશનું શૈક્ષણિક ક્ષેત્ર કઇ રીતે મદદ કરી શકે?
દેશના શૈક્ષણિક ક્ષેત્રનું
પ્રવાસન ક્ષેત્રમાં પણ ફાળો રહેલો છે. પહેલો ફાળો અંગ્રેજી બોલતા વ્યક્તિઓ. દેશમાં આવતા વિદેશી સહેલાણીઓ પર પ્રવાસન ક્ષેત્ર નિર્ભર છે અને આ સહેલાણીએ ગાઇડ, હોટલના મેનેજરો, નોકરો, દુકાનદારો અને ટેક્સી ડ્રાઇવર
સાથે વાતો કરતા જોવા મળે છે. સહેલાણીઓને શ્રેષ્ઠ સેવા પૂરી પાડવા માટે દેશના નાગરિકોને અંગ્રેજી ભાષામાં
માહિર બનાવાય તે અત્યંત આવશ્યક છે. દેશમાં ફરતા સહેલાણીઓ આરામદાયક પ્રવાસનો અનુભવ કરે તે જરૂરી છે. અંગ્રેજીમાં સાઇનબોર્ડ અને
સૂચનાઓ હોવી જોઇએ. ભારત હજુ પણ સ્થાનિક ભાષા પર આધાર રાખે છે ત્યારે ભારતમાં એવા પ્રવાસન સ્થળો
પણ છે જ્યાં એક પણ અંગ્રેજી સાઇનબોર્ડ ના હોય. આ સ્થિતિમાં ભારતીયોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
સ્થાનિક પ્રવાસન ક્ષેત્રને
પ્રોત્સાહન એ પણ મહત્વનો ફાળો છે. દેશના પ્રવાસન ઉદ્યોગને મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર છે. રસ્તાઓ, હોટેલ્સ, ફૂડ સુવિધા, શૌચાલય, ગાઇડ, ટ્રાન્સપોર્ટ અને સાઇટસીન
માટેની જગ્યાઓ. આ વસ્તુઓનો પહેલા
સ્થાનિક પ્રવાસન માટે અને ત્યારબાદ વિદેશી સહેલાણીઓ માટે વિકાસ થવો જોઇએ. ભારતની વસ્તી 125 કરોડ છે અને લગભગ 100 કરોડ સ્થાનિક ટ્રાવેલ ટ્રિપ્સ
છે.
યુએસએની વસ્તી 30 કરોડ છે ત્યારે ત્યાં 200 કરોડ સ્થાનિક ટ્રાવેલ ટ્રિપ્સ
છે.
આ દર્શાવે છે કે ભારત
વિદેશી સહેલાણીઓને આકર્ષવા માગે છે તો પહેલા સ્થાનિક સહેલાણીઓને ખુશ કરવા આવશ્યક છે.
તો અહીં શિક્ષણની શું જરૂરી પડી? બે શબ્દોમાં કહીએ તો: લાંબુ સપ્તાહ.
ભારતમાં ધાર્મિક દિવસો
પ્રમાણે રજાઓ હોય છે અને રાજ્યની બોર્ડ સ્કૂલો વર્ષમાં 240 દિવસ કાર્યરત હોય છે. એનો મતલબ શનિવારે પણ સ્કૂલ
ચાલુ હોય છે અને વર્ષમાં લાંબા સપ્તાહની સંખ્યાને લઇને કોઇ નિશ્વિતતા કે ગેરેંટી નથી. ત્રણ કે વધુ દિવસનું વીક
એન્ડ ના હોય ત્યાં સુધી સ્થાનિક પ્રવાસન ઉદ્યોગને વેગ મળે તેવી કોઇ શક્યતા નથી. બીચ અથવા હિલ સ્ટેશન કે પછી
અમયુઝમેન્ટ પાર્કની ટૂંકી મુલાકાત માટે આદર્શ સમય છે. ફન ટ્રિપ માટે જાહેર રજાની
સાથે શનિ-રવિ હોય તો તે ઉત્તમ
સમયગાળો કહી શકાય. તેનાથી પારિવારિક સંબંધોનો ધનિષ્ઠ અનુભવ થશે તેમજ બાળકોને પણ દૈનિક જીવનથી કંઇક
અનેરો આનંદિત અનુભવ મળી રહેશે.
એક પણ રૂપિયાના ખર્ચ વગર સ્થાનિક પ્રવાસન ઉદ્યોગને બમણો કરવા અહીંયા કેટલાક
પગલા આપ્યા છે.
- માનવ સંસાધન વિકાસ મંત્રાલયે કેટલાક રાજ્યના શૈક્ષણિક વિભાગો સાથે સંયુક્ત રીતે હાથ મિલાવીને સ્કૂલમાં 200 દિવસના શિક્ષણને લગતા ધોરણો બનાવવા જોઇએ.
- એક એવુ કેલેન્ડર બનાવવામાં આવે જ્યાં કેટલીક રજાઓને વીકએન્ડ સાથે જોડી શકાય તેમજ ધાર્મિક રજાઓને આધારે ઓછામાં ઓછા ત્રણ લાંબા વીકએન્ડને પણ દર્શાવવામાં અાવે. સ્કૂલમાં કોઇ કારણ વગરની પણ કેટલીક રજાઓને મંજૂરી આપવામાં આવે તે જરૂરી છે.
- સમયનું યોગ્ય સંચાલન. દરેક ભારતીય સહેલાણીને ફરવા માટે સરખા વીકએન્ડ ના હોય તે ધ્યાન રાખવું જરૂરી છે. આ રીતે પ્રવાસન આંતરમાળખાનો શ્રેષ્ઠ રીતે ઉપયોગ કરી શકાય છે.
એક વાત ચોક્કસ છે
કે લોકો સરકારના આ પગલાઓની પ્રશંસા કરશે તેમજ તેનાથી તણાવ પણ ઓછો થશે અને લોકો પરિવાર
સાથે વધુ સમય વિતાવી શકશે. - વિદ્યાર્થીઓના ભણતર પર પણ કોઇ અસર નહીં પડે.
No comments:
Post a Comment