Tuesday, 10 January 2017

શિક્ષકોની માહિતી આપતી નોંધણી શાખાથી શિક્ષણને એક યોગ્ય પ્રોફેશન બનાવી શકાય

જ્યારે હું ચાર્ટડ એકાઉન્ટન્ટ બન્યો ત્યારે મને એક નંબર આપવામાં આવ્યો હતો. નંબર ભારતની ચાર્ટડ એકાઉન્ટન્ટ સંસ્થા સાથેના મારા કાયમી જોડાણનો નંબર છે કે જે દેશમાં સીએના પ્રોફેશનની દેખરેખ-નિયંત્રણ રાખતી સંસ્થા છે. નંબરની મદદથી સંસ્થા સીએના એમ્પ્લોયમેન્ટ સ્ટેટસ, સીઅેની કોઇ ફરિયાદ, સીએ સાથે નોંધાયેલા કુલ ટ્રેઇની આર્ટિકલ્સની સંખ્યા, તે કેટલા ઓડિટ કરે છે, જેવી અનેકવિધ બાબતોની દેખરેખ અને ટ્રેક કરે છે. તેથી જો આપ કોઇપણ ચાર્ટડ એકાઉન્ટન્ટની ફૂલ ટાઇમ કે પાર્ટ ટાઇમ સેવા લેવા ઇચ્છતા હોય તો તમારે માત્ર તેના નોંધણી નંબર (રજિસ્ટ્રેશન) અને જન્મતારીખ જાણવાની જરૂર રહેશે અને તે મેળવ્યા બાદ તમને સંસ્થાની વેબસાઇટ પરથી તે સીઅેની સંપૂર્ણ પ્રોફાઇલ મળી જશે. તમે ભૂતકાળની નોકરી અથવા તેની લાયકાતની તારીખ અને અન્ય કેટલીક માહિતી પ્રાપ્ત કરી શકો છો.

 કેટલાક વ્યાવસાયિકો માટે પ્રકારની રજિસ્ટ્રી કે નોંધણી સામાન્ય છે. ઉદાહરણ તરીકે રીહેબિલેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા પાસે તેના દ્વારા માન્ય થયેલા દરેક વ્યાવસાયિકોની યાદી ઉપલબ્ધ હોય છે. કોઇપણ વ્યક્તિ તે વેબસાઇટની મુલાકાત લઇ શકે છે અને નોંધણી નંબર મારફતે નોંધાયેલા ઉમેદવારની સંપૂર્ણ માહિતી મેળવી શકે છે.

કલ્પના કરો કે શિક્ષકોની માહિતી આપતી પ્રકારની ઓનલાઇન રજિસ્ટ્રી ઉપલબ્ધ હોય. CBSE બોર્ડ પ્રકારની નોંધણી શાખાનું સંચાલન કરતી હોય તેમજ સ્કૂલો શિક્ષકોની નીચે આપેલી માહિતી શોધી શકે.

  • લાયકાતની તારીખ
  • કુલ અનુભવ
  • સિદ્વિઓ અને પુરસ્કાર
  • ક્યા ધોરણમાં શિક્ષક છે
  • તેમણે લીધેલી તાલિમની માહિતી 

તેનાથી સ્કૂલ ઉપરાંત માતાપિતાને પણ શિક્ષક વિશેની સંપૂર્ણ માહિતી મેળવવામાં મદદ મળે છે અને સ્કૂલ કઇ પ્રકારના શિક્ષકો નિયુક્ત કરે છે તે પણ ધ્યાનમાં રાખી શકે છે. બહોળો અનુભવ ધરાવતા શિક્ષકની ઓનલાઇન પ્રોફાઇલ પણ ચોક્કસપણે સારી હશે. વર્તમાન સમયમાં કોઇપણ સેવાની ઓનલાઇન સમીક્ષાનો ટ્રેન્ડ જોવા મળે છે. તેથી માતાપિતા પણ શિક્ષકોનો ઓનલાઇન રિવ્યુ પોસ્ટ કરીને શહેર કે દેશભરમાં સારી નોકરીની શોધ કરતા શિક્ષકોને મદદરૂપ બની શકે છે.

ભારતમાં શિક્ષકોની અછત છે ત્યારે પ્રકારના પ્રયાસથી દેશના યુવાનોને શિક્ષક તરીકે કારકિર્દી બનાવવા તેમજ તેમાં લાંબા ગાળાની સ્થિર કારકિર્દીના નિમાર્ણ માટેનું પ્રોત્સાહન આપવા મદદ મળે છે. વિવિધ શહેરો અને રાજ્યોમાં શિક્ષકોની માહિતીના આંકડાઓ પ્રકાશિત કરીને સ્થળાંતર કરનાર લોકોને સૌથી વધારે નોકરીની તકો ક્યા રહેલી છે તે અંગે માહિતગાર કરી શકાય છે.

દેશભરની સ્કૂલ અને રિક્રુટમેન્ટ પોર્ટલ પણ ગુણવત્તા ધરાવતા શિક્ષકોને ત્યાંથી શોધી શકે છે જેથી પ્રક્રિયા બમણી થઇ શકે છે.

અનેક વર્ષો પહેલા મેડિકલ કોલેજ ઓછા તબીબની ભરતી કરતી હતી અને તપાસણીના દિવસે તેઓ અન્ય કોલેજમાંથી તબીબ બોલાવતા હતા તેમજ તેઓ ફૂલ ટાઇમ ત્યાં નિયુક્ત છે તેવુ દર્શાવતા હતા. જો કે યુનિક રજિસ્ટ્રેશન નંબરને સ્કૂલના પ્રત્યેક એફિલીએશન આઇડી સાથે જોડી શકાય છે. પ્રકારની પ્રેક્ટિસ બંધ થવી જોઇએ.

શિક્ષકોની સંખ્યા, લાયકાત અને અનુભવને લઇને CBSE ખૂબ સખત જોગવાઇઓ ધરાવે છે. પ્રકારની સિસ્ટમથી દરેક વસ્તુના જડબેસલાક પાલનની રીતનું અમલીકરણ કરી શકાય છે.

No comments:

Post a Comment