અનેક વર્ષો અગાઉ શિક્ષકના એક ગ્રુપને મે સવાલ પુછેલો : તમે નીચેની પરીસ્થિતિમા શુ કરશો :
- બાળક વર્ગમાં ગેરવર્તન કરે
- હોમવર્ક ના કરે
- નિયમીત ના હોય
- યોગ્ય યુનિફોર્મ ના પહેરે
- યોગ્ય રીતે ખાય નહીં
મોટા ભાગના શિક્ષકનો જવાબ હતો કે
- બાળકને વર્ગમાં સજા કરો
- ડાયરીમાં માતા-પિતાને નોટ લખો
- બાળકને પ્રિન્સીપાલ પાસે મોકલો
- જો કેસ ગંભીર હોય તો માતા-પિતાને મળો
મે અન્ય એક સવાલ કર્યો - જો બાળક ઉપરની બાબતોથી તદ્દન વિપરીત હોય તો તમે શુ કરશો ? જેમ કે ખુબ સારુ વર્તન કરનાર, હોમવર્ક કરનાર અને નિયમીત હોવાની સાથે યોગ્ય રીતે યુનિફોર્મ પહેરે, લંચબોક્સમાં રહેલી દરેક વસ્તુ પુરી કરે, જે રીતે સુચના અપાઇ હોય તે જ રીતે બધુ કરે. મોટા ભાગના શિક્ષકોએ કહ્યું અમે બાળકની પ્રશંસા કરીશું. સારુ પ્રદર્શન કરતા વિદ્યાર્થીઓનો રેકોર્ડ ઓછો હતો.
વાંરવાર દોષપાત્રને સજા કરવી શા માટે ગંભીર છે તેવો વિચાર અાવ્યો પણ સતત સારુ પ્રદર્શન કરનારને કોઇ વધારેની પ્રશંસા નથી મળતી. તે ઉપરાંત પ્રશંસા માટેનો કોઇ રેર્કોડ નથી જ્યારે નિંદા કરાઇ હોય અથવા બાળકને ઠપકો અપાયો તે માટેનો રેર્કોડ ડાયરીમાં ચોક્કસપણે હોય છે.
ઉપર દર્શાવેલી મોટાભાગની બાબતો બાળકના વિકાસમાં માટે ખુબ મહત્વ ધરાવે છે. જો કે કોઇ અભ્યાયક્રમમાં તેને સામેલ નથી કરાતી અને પરીક્ષામા તે માટે માર્કસ પણ નથી અપાતા. હકીકતમાં આ બધા જ નાના પ્રયત્નો બાળકને પરીક્ષામાં સારી રીતે સફળ થવામા મદદરૂપ બની શકે છે છતાં દરેક તબક્કે બાળકને કોઇ પ્રોત્સાહન કે પ્રશંસા નથી મળતી.
અન્ય એક અવલોકન એવુ હતુ કે વિદ્યાર્થીઓને સ્પર્ધા કરવી ગમે છે. માર્કસ સિસ્ટમ નાબુદ થયા બાદ અમલી બનેલી ગ્રેડ સિસ્ટમ પછી વિદ્યાર્થીઓ શૈક્ષણિક સિદ્વિઓના તોલે એકબીજાની સરખામણી નથી કરી રહ્યા છતાં તેઓમાં સ્વભાવિક રીતે સ્પર્ધા કરવાની ઇચ્છા જોવા મળે છે. જો કે આ સ્પર્ધા હવે શૈક્ષણિક સિદ્વિઓની બદલે અન્ય બાબતો પર જોવા મળે છે. જેમ કે તે વેકેશનમાં વિદેશની મુલાકાત લીધી ?, તારા પપ્પા પાસે મોટી કાર છે ?, તારી પાસે લેટેસ્ટ આઇપેડ છે અથવા લેટેસ્ટ ગેમમાં તે હાઇ હાઇ સ્કોર કર્યો છે ? જેવી બાબતોમાં સ્પર્ધા કરે છે.
આ સમયે આ પ્રકારની સ્પર્ધા વિરુદ્વ દિશામાં વળાંક લે છે - આ વર્ષે તારા માતાપિતાને કેટલી વખતે સ્કૂલે બોલાવ્યા ?, બાળકો સજા મળે તે બાબતે ગર્વ અનુભવે છે અને તેઓની જાતને સુધારવાની બદલે વધુને વધુ ગેરવર્તન કરી દોષપાત્ર બને છે.
બાળ મનોવિજ્ઞાનના નિષ્ણાંતોએ અભ્યાસ કર્યો છે કે બાળકો તાત્કાલીક રીતે ઇનામ મેળવવા માગતા હોય છે. તેથી જો તમે બાળકોને કહો કે જો તુ આજે સારુ વર્તન કરીશ તો શૈક્ષણિક વર્ષના અંતે હુ તને પરીક્ષામાં વધુ સારા માર્કસ આપીશ પણ અા ઇનામ કે બાબત તેને પ્રોત્સાહન નથી અાપતી. હકીકતમાં સ્ટેનફોર્ડ માર્શમેલો પ્રયોગ દરમિયાન જાણવા મળ્યું કે જ્યારે બાળકોને હાલમાં જ મળી રહેલા નાન ઇનામ અને 15 મીનિટ બાદના ઇનામમાંથી પસંદગી કરવાનુ કહેવામાં આવ્યું ત્યારે મોટા ભાગના બાળકોએ અત્યારે જ મળતા નાના ઇનામ પર પસંદગી ઉતારી.
તેથી આપણે બાળકને વધુ સારી રીતે શિસ્તબદ્વ અને હોશિયાર નાગરિક બનાવવા માટે એક મજબુત સિસ્ટમનુ નિમાર્ણ કરવા માટે ઉપર દર્શાવેલી વિગતોને તેમા કઇ રીતે ઉપયોગ કરી શકીએ ?
આગામી સપ્તાહે આપણે અમદાવાદની બે સ્કૂલમાં અમલી કરાયેલા પ્રોજેક્ટ પર ચર્ચા કરીશું.
No comments:
Post a Comment